ક્રિસ્ટચર્ચ
કેપ્ટન ટોમ લાથમે અણનમ ૧૧૦ મંગળવારે અહીંના હેગલે ઓવલ મેદાન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવીને ત્રણ મેચની વનડે સિરીઝમાં ૨-૦થી અગમ્ય લીડ મેળવવામાં ન્યુઝીલેન્ડને મદદ કરી. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ર્નિણય લીધો હતો અને બાંગ્લાદેશે છ વિકેટે ૨૭૧ રન બનાવ્યા હતા. જે કિવી ટીમે પાંચ વિકેટે ૨૭૫ રન બનાવીને હાંસલ કરી હતી.
લાથમે ૧૦૮ બોલમાં ૧૦ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે ડેવન કોનવે (૭૨) ની સાથે ચોથી વિકેટ માટે ૧૧૩ રનનું યોગદાન આપ્યું હતું જેથી ટીમને જીત મળી શકે. કોનવે ૭૩ બોલમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય જેમ્સ નીશમે ૩૦ અને માર્ટિન ગુપ્ટિલે ૨૦ રન બનાવ્યા હતા. લાથમેને તેની સદી માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. બાંગ્લાદેશ તરફથી મુસ્તફિઝુર રહેમાન અને મેહદી હસને બે-બે વિકેટ ઝડપી હતી. અગાઉ બાંગ્લાદેશે છ વિકેટે ૨૭૧ રન બનાવ્યા હતા. ટીમ તરફથી કેપ્ટન તમિમ ઇકબાલે ૧૦૮ બોલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૭૮ અને મોહમ્મદ મિથુને ૫૭ બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ ૭૩ રન બનાવ્યા હતા. તેમના સિવાય સૌમ્યા સરકારે ૩૨, મુશફિકુર રહીમ ૩૪ અને મહેમુદુલ્લાએ ૧૬ રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેનરી અને જેમ્સનને એક-એક જ્યારે મિશેલ સેન્ટનરને બે વિકેટ મળી હતી. બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે મેચ શુક્રવારે વેલિંગ્ટનમાં રમાશે. આ પછી તે રવિવારથી ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમશે.