અદાણી ગ્રૂપની ૬ કંપનીને SEBIની નોટિસ ઃ ટ્રાન્ઝેક્શન અને લિસ્ટિંગ રેગ્યુલેશન નિયમોના ઉલ્લંઘન બદલ જવાબ માગ્યોે

મુંબઈ, તા.૩

માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ સહિત ૬ ગ્રુપ કંપનીને કારણ બતાવો નોટિસ મોકલી છે. આ કંપનીઓ પર ટ્રાન્ઝેક્શન અને લિસ્ટિંગ રેગ્યુલેશન નિયમોના કથિત ઉલ્લંઘનનો આરોપ છે. અદાણી પોર્ટ્‌સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (જીઈઢ), અદાણી એનર્જી, અદાણી પાવર, અદાણી વિલ્મર અને અદાણી ટોટલ ગેસે તેમના સંબંધિત એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે તેને ૩૧ માર્ચે પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન બે કારણદર્શક નોટિસો મળી છે. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કર્યા બાદ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે.

૨૪ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ સામે મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો મૂક્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે ૬ સભ્યની કમિટીની રચના કરી હતી. આ સિવાય માર્કેટ રેગ્યુલેટર સેબીને પણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

૨ માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે એક સમિતિની રચના કરી હતી અને સેબીને તપાસ માટે બે મહિનાનો સમય પણ આપ્યો હતો.સેબીએ તેનો રિપોર્ટ ૨ મે સુધીમાં સોંપવાનો હતો, પરંતુ સુનાવણી દરમિયાન સેબીએ તપાસ માટે ૬ મહિનાનો સમય માગ્યો હતો.બેન્ચે તેને ઓગસ્ટ સુધી લંબાવી હતી, એટલે કે સેબીને તેની તપાસ કરવા અને રિપોર્ટ સબ્મિટ કરવા માટે કુલ ૫ મહિનાનો સમય મળ્યો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution