વડોદરા, તા.૧૧
આંતરરાષ્ટ્રીય તસવીરકાર અને પદ્મશ્રી જ્યોતિભાઈ ભટ્ટના પત્ની શિલ્પકાર જ્યત્સનાબેન ભટ્ટનું બ્રેઈન સ્ટ્રોકથી નિધન થતાં વડોદરાએ એક મહામુખી કલાકારરત્ન ખોયું છે.
જ્યોત્સનાબેન ભટ્ટ ફાઈન આર્ટસ અન શિલ્પનું પર્યાય નામ છે. તેઓએ મ.સ. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાંથી શિલ્પનો અભ્યાસ કર્યો હતો. બાદ યુએસએ બ્રુકલિન મ્યુઝિયમ આર્ટ સ્કુલ ખાતે સિરામિક્સનો કોર્સ કર્યો હતો. જ્યોત્સનાબેને ઘણાં યુવાનોને માર્ગદર્શન આપ્યું છે તે પૈકી ઘણાએ અગ્રણી સિરામિક્સ તરીકે સ્થાન મેળવ્યું છે. જ્યોત્સનાબેન ભટ્ટ બ્રેઈન સ્ટ્રોકથી અવસાન થતા ગુજરાતને મોટી ખોટ પડી છે. જ્યોતિભાઇ ભટ્ટ અને તેમના પરિવારને સાંત્વના કલા જગતના અનેક અગ્રણીઓએ ટેિલિફોન સહિતના સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી.