બેઇજિંગ-
અત્યારે દુનિયા કોરોના વાયરસથી છૂટકારો મેળવવાનું વિચારી રહ્યું છે. તો ચીનના વૈજ્ઞાનિકોએ ૨૪ નવા કોરોના વાયરસ શોધ્યા છે. આમાંથી ૪ કોરોના વાયરસ કોવિડ-૧૯ જેવા છે. એટલે કે ખતરો ૪ ગણો વધારે થઈ ગયો છે. ચીનના વૈજ્ઞાનિક કોરોના વાયરસની ઉત્પત્તિની શોધ કરી રહ્યા હતા, ચામાચિડિયાની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને આ નવા ૨૪ કોરોના વાયરસની જાણ થઈ. આમાંથી એક વાયરસ અત્યારે કહેર વેરી રહેલા જીછઇજી-ર્ઝ્રફ-૨ વાયરસથી જિનેટકલી ઘણો જ મળતો આવી રહ્યો છે. એટલે કે દુનિયાએ વધારે સતર્ક રહેવાની જરૂર છે.
ચીનના વૈજ્ઞાનિકોએ આ ૨૪ કોરોના વાયરસને દક્ષિણ-પશ્ચિમ ચીનમાં જાેવા મળતા ચામાચિડિયામાં શોધ્યો. સાથે જ એ પણ જણાવવાનો પ્રયત્ન કર્યો કે આ ૨૪ વાયરસોમાંથી કેટલાક માણસોને સંક્રમિત કરી શકે છે. આ રિપોર્ટ ઝ્રીઙ્મઙ્મ જર્નલમાં પ્રકાશિત થયો છે. શૈનડોંગ યુનિવર્સિટીના રિસર્ચર્સે જણાવ્યું કે, અમે ચામાચિડિયાઓની અલગ-અલગ પ્રજાતિઓમાં ૨૪ નવા કોરોના વાયરસની શોધ કરી છે. આમાંથી ૪ કોરોના વાયરસ એવા છે જે વર્તમાનમાં મહામારીનું કારણ બનેલા કોવિડ-૧૯થી ઘણા મળતા આવે છે.
ચીની વૈજ્ઞાનિકોએ મે ૨૦૧૯થી લઇને નવેમ્બર ૨૦૨૦ની વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચીનના જંગલોમાં રહેલા ચામાચિડિયાના સેમ્પલ લીધા. વૈજ્ઞાનિકોએ ચામાચિડિયાના પેશાબ અને મળની તપાસ કરી. સાથે જ કેટલાક ચામાચિડિયાના મોઢામાંથી થૂંક પણ લીધું. ત્યારબાદ જ્યારે આ સેમ્પલોની તપાસ કરવામાં આવી ત્યારે આમાં ૨૪ નવા કોરોના વાયરસ હોવાનું સામે આવ્યું. એક ચીની વૈજ્ઞાનિક પ્રમાણે આમાંથી એક વાયરસ જીછઇજી-ર્ઝ્રફ-૨થી જિનેટિકલી ઘણો જ મળતો આવે છે.
દુનિયા અત્યારે SARS-COV-2 કોરોના વાયરસથી પરેશાન છે. વૈજ્ઞાનિકે જણાવ્યું કે, જે નવો કોરોના વાયરસ મળ્યો છે તેના સ્પાઇક પ્રોટીનમાં વર્તમાન મહામારીવાળા વાયરસથી થોડું અંતર છે, પરંતુ તે જિનેટિકલી સૌથી નજીક છે. સ્પાઇક પ્રોટીન કોરોના વાયરસની એ બહારની કાંટાળી સપાટી હોય છે જે માણસોની કોશિકાઓથી વાયરસને ચોંટવામાં મદદ કરે છે.