અમદાવાદ-
કોરોના મહામારી વચ્ચો હાલમાં બાળકો ગમે તેમ કરીને ઓનલાઈન ક્લાસ થકી અભ્યાસ કરી રહ્યાં છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર સપ્ટેમ્બર સુધી શાળાઓ ખોલવાની તૈયારી કરી રહી છે. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, સરકાર અલગ-અલગ ફેઝમાં શાળાઓ ખુલી શકે છે અને આ 1 સપ્ટેમ્બર શરૂ થઈ શકે છે.
જણાવી દઈએ કે, શાળાઓ ખૂલ્યા પછી અનેક રીતની અટકળો લગાવવામાં આવી રહી છે પરંતુ આ રિપોર્ટ જણાવે છે કે, એક સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવામાં આવી શકે છે. તે અનુસાર, એક સપ્ટેમ્બરથી લઈને 14 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ તબક્કાઓમાં ક્લાસના હિસાબથી શાળાઓ ખુલી શકે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શાળા ખોલવાની જાહેરાત આ મહિનાના અંતિમ સપ્તાહમાં અનલોક ગાઈડલાઈનમાં કરવામાં આવી શકે છે. જો કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો પર અંતિમ નિર્ણય છોડી શકે છે. એટલે જો રાજ્ય સરકારને લાગે છે કે, કોરોના સંક્રમણ વધારે છે અને બાળકોનું શાળાએ જવું ખતરનાક સાબિત થઈ શકે છે તો એવામાં શાળા ના ખોલવાનો નિર્ણય લઈ શકે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં એક સીનિયર અધિકારીના હવાલાથી જણાવ્યું છે કે, જે રાજ્યોમાં કોરોનાના ખુબ જ ઓછા કેસ છે તે રાજ્ય પણ શાળા ખોલવાને લઇને સીનિયર ક્લાસના બાળકોને બોલાવવાને લઇને પોતાની વાત રાખી શકે છે. આ મામલાને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનની અધ્યક્ષતામાં સચિવો અને અન્ય કેન્દ્રીય મંત્રીઓએ ચર્ચા કરી છે.