પાદરા, ડેસર અને સાવલીમાં મેઘો મનમૂકીને વરસ્યો, વડોદરામાં માત્ર રોડ પલળ્યા

મોડે મોડેથી પણ મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં જમાવટ કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયા છે. ત્યારે વડોદરા જિલ્લામાં સરેરાશ ૧૫ મિમી વરસાદ નોંધાયો છે. વડોદરાની પાડોશમાં આવેલા દેસરમાં અંદાજિત ૨ ઇંચ, પાદરામાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તેમજ સાવલીમાં એક  ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જયારે વડોદરા શહેરમાં રોડ પલળે  તેવો  માત્ર ૫ મિમી વરસાદ નોંધાયો છે.

મોડે મોડેથી પણ ગુજરાતમાં હવે વરસાદે જમાવટ કરી લીધી છે. અને રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો વરસાદે બે દિવસમાં ધમધમતી બોલાવી દીધી છે. ત્યારે વડોદરા જિલ્લામાં વીતેલા ૨૪ કલાકમાં સરેરાશ ૧૫ મિમી વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરની પડોશમાં આવેલા પાદરમાં તો મેઘો મન મૂકીને વરસ્યો હતો, અને એક ઇંચ વરસાદ નોંધાયો હતો. બપોરે ૨ થી ૪ ના અસમયગાળામાં જ ધમધમતી બોલાવી હતી. અને માત્ર બે કલાકમાં જ ૩૦ મિમી એટલે કે અંદાજે સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના આગલે પચપાદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો સાવલી અને ડેસર  ખાતે પણ વહેલી સવારે ૬ થી ૮ કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો. અને માત્ર બે કલાકમાં જ એક ઇંચ વરસાદ નોંધાઈ ગયો હતો. વડોદરા શહેરમાં સવારથી વરસાદી માહોલ તો જામ્યો હતો પરંતુ શહેરમાં માત્ર ૫ મિમી વરસાદ જાેવા મળ્યો હતો. કેટલાક વિસ્તારમાં કોરું કટ જાેવા મળ્યું હતું તો કેટલાક વિસ્તારમાં માત્ર રોડ પલળે તેટલો જ વરસાદ જાેવા મળ્યો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આમ તો વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ શહેરના લોકો હજુ પણ મનમુકીને વર્ષે તેવા મેઘાની રાહ જાેઈ રહયા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution