ઑક્સિજનની તંગી પર SC લાલઘૂમ, કહ્યું- આ રાષ્ટ્રીય સંકટ છે, આ દિવસ સુધીમાં ઠીક કરો

દિલ્હી-

દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા ઑક્સિજન સંકટનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. દિલ્હી હાઈકોર્ટમાં સતત આ મુદ્દાને સાંભળવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે બુધવારના કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ તરફ પ્રયાણ કર્યું છે. અને આજે જ આ મુદ્દા પર સુનાવણી કરવાની અપીલ કરી છે. ઑક્સિજન સંકટ પર બુધવારના સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું કે, દિલ્હીની માંગ વધારે છે, તેના પ્રમાણે સંસાધનની જરૂરિયાત છે. અદાલતમાં જસ્ટિસ શાહે ટિપ્પણી કરતા કહ્યું કે, આ એક રાષ્ટ્રીય સંકટ છે. ઑક્સિજનના અભાવે લોકોના મોત થયા છે. કેન્દ્ર પોતાની તરફથી પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ શૉર્ટેજ છે આવામાં તમારો પ્લાન અમને જણાવો.

સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે પ્રશ્નો કર્યો કે તમે દિલ્હીને કેટલું ઑક્સિજન આપ્યું છે? સાથે જ કેન્દ્રએ હાઇકોર્ટમાં એ કેવી રીતે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે દિલ્હીને ૭૦૦ એમટી ઑક્સિજન સપ્લાયનો આદેશ નથી આપ્યો. કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે, એપ્રિલથી પહેલા ઑક્સિજનની ડિમાન્ડ વધારે નહોતી, હવે આ અચાનક વધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, કેન્દ્રની જવાબદારી છે કે આદેશનું પાલન કરે, નિષ્ફળ અધિકારીઓને જેલમાં નાંખવાથી દિલ્હીને ઑક્સિજન નહીં મળે, એ કામ કરવાથી જ મળશે.

કેન્દ્ર સરકારના ફૉમ્ર્યુલા પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, આખો ફોર્મૂલા ફક્ત અનુમાન પર છે. દરેક રાજ્યમાં સ્થિતિ અલગ હોઈ શકે છે. દરેક જિલ્લામાં અલગ હોઈ શકે છે. રાજ્ય અલગ-અલગ સમયે પર પીક કરી રહ્યા છે. આવામાં તમે ફક્ત એક જ રીતે ના હિસાબ લગાવી શકો. દિલ્હીમાં અત્યારે સ્થિતિ ઘણી ખરાબ છે. તમારે અમને જણાવવું પડશે કે ૩, ૪, ૫ મેના તમે શું કર્યું? કેન્દ્રનું કહેવું છે કે તેમણે ૩ મેના ૪૩૩ એમટી, ૪ મેના ૫૮૫ એમટી ઑક્સિજન આપ્યું છે. દિલ્હી હાઈકોર્ટે ગત દિવસોમાં ઑક્સિજન સંકટના મામલે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી, સાથે જ કેન્દ્રના ૨ અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા. હવે કેન્દ્ર સરકારે આના પર વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્રએ આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી તો ચીફ જસ્ટિસ એનવી. રમનાએ કહ્યું કે, જજાેની તંગી છે. આવામાં જસ્ટિસ ચંદ્રચૂડની બેંતચ જ આ મુદ્દાની સુનાવણી કરી છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution