એસબીઆઇ આગામી ૧૫ જુલાઈથી ક્રેડિટ કાર્ડ સંબંધિત સેવા બંધ કરશે


 નવી દિલ્હી  :જાે તમે જીમ્ૈં અથવા ૈંઝ્રૈંઝ્રૈં બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જીમ્ૈં કાર્ડ્‌સ ૧૫ જુલાઈથી ક્રેડિટ કાર્ડ સંબંધિત સેવા બંધ કરવા જઈ રહ્યું છે. આ સેવા ક્રેડિટ કાર્ડ વ્યવહારો સાથે સંબંધિત છે. ૧૫મી પછી, તમે જીમ્ૈં ક્રેડિટ કાર્ડથી આ લાભ મેળવી શકશો નહીં. કંપનીએ તેના ગ્રાહકોને પણ આ અંગે જાણ કરી છે. તે જ સમયે, ૈંઝ્રૈંઝ્રૈં બેંક હવે કાર્ડ બદલવા માટે વધુ ફી વસૂલશે. જે સુવિધા જીમ્ૈં કાર્ડ્‌સ ૧૫ જુલાઈથી બંધ કરવા જઈ રહી છે તે કાર્ડના ઉપયોગ પર પ્રાપ્ત થયેલા રિવોર્ડ પોઈન્ટ્‌સ સાથે સંબંધિત છે. કંપનીએ કહ્યું છે કે ૧૫ જુલાઈથી સરકારી સુવિધાઓથી સંબંધિત વ્યવહારોથી મળેલા રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. જાેકે, જીમ્ૈંના તમામ પ્રકારના કાર્ડ્‌સ પર આ સેવા બંધ કરવામાં આવશે નહીં. આ સુવિધા કેટલાક કાર્ડ પર પહેલાની જેમ જ ચાલુ રહેશે. બેંકે કહ્યું છે કે ૧૫ જુલાઈથી, જાે કોઈ વપરાશકર્તા સરકારી વ્યવહારોમાં આ કાર્ડનો ઉપયોગ કરે છે, તો તે ટ્રાન્ઝેક્શનને મર્ચન્ટ કેટેગરી કોડ્‌સ (સ્ઝ્રઝ્ર) ૯૩૯૯ અને ૯૩૧૧ હેઠળ ગણવામાં આવશે. ૈંઝ્રૈંઝ્રૈં બેંકે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બદલવા માટેના ચાર્જમાં વધારો કર્યો છે. આપ્યા છે. ૈંઝ્રૈંઝ્રૈં બેંકે કહ્યું કે તે હવે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ બદલવા માટે ૧૦૦ રૂપિયાને બદલે ૨૦૦ રૂપિયા ચાર્જ કરશે. આ નિયમ ૧ જુલાઈથી લાગુ થશે. જાે કે, એમેરાલ્ડ પ્રાઈવેટ મેટલ ક્રેડિટ કાર્ડ માટે, આ ચાર્જ ૩૫૦૦ રૂપિયા હશે. પંજાબ નેશનલ બેંક પણ ૧ જુલાઈથી તેના ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે કેટલાક નિયમોમાં ફેરફાર કરી રહી છે. બેંકે કહ્યું છે કે ઁદ્ગમ્ રૂપિયા પ્લેટિનમ ડેબિટ કાર્ડ યુઝર્સ દર ત્રણ મહિનામાં માત્ર એક જ વાર ડોમેસ્ટિક એરપોર્ટ અથવા રેલવે લાઉન્જ એક્સેસનો લાભ લઈ શકશે. જ્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટ લોન્જ માટે આ સુવિધા વર્ષમાં બે વાર ઉપલબ્ધ થશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution