મુંબઇ
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એસબીઆઈ નફો 80.1% વધીને 6450.7 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં એસબીઆઈનો નફો 3580.8 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એસબીઆઈની વ્યાજ આવક 18.9% વધીને 27,067 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં એસબીઆઈની વ્યાજ આવક 22,767 કરોડ રૂપિયા રહી હતી.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસબીઆઈના ગ્રૉસ એનપીએ 5.44% ઘટીને 4.98% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસબીઆઈના નેટ એનપીએ 1.81% થી ઘટીને 1.50% રહ્યા છે.
રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસબીઆઈના ગ્રૉસ એનપીએ 1.34 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 1.26 લાખ કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસબીઆઈના નેટ એનપીએ 42,797 કરોડ રૂપિયાથી ઘટીને 36,810 કરોડ રૂપિયા રહ્યા છે.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસબીઆઈના પ્રોવિઝન 13,495.1 કરોડ રૂપિયાથી ઘટીને 11,051 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે ગત વર્ષ ચોથા ક્વાર્ટરમાં એસબીઆઈના પ્રોવિઝન 10,342.4 કરોડ રૂપિયા રહ્યા છે.