sbi એ ગ્રીન પ્રોજેક્ટ્‌સને પ્રોત્સાહિત કરવા માટે sbi ગ્રીન રૂપિયા ટર્મ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી


વર્તમાન સમયમાં એફડી માટે દેશમાં સૌથી વધારે વિશ્વાસુ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માનવામાં આવે છે. તેની ઘણી જબરદસ્ત એફડી સ્કીમો છે જેમાંથી ૨ એફડી સ્કીમની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે.

તાજેતરમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જીમ્ૈં) 'અમૃત દ્રષ્ટિ' નામની ડીપોઝીટ સ્કીમ શરૂ કરી છે. જેં ઘરેલું અને પ્રવાસી ભારતીય ગ્રાહકોને સારું વ્યાજ આપે છે. અગાઉ જીમ્ૈંએ સામાન્ય અને વરિષ્ઠ નાગરિકો માટે 'જીમ્ૈં અમૃત કલશ' અને માત્ર વરિષ્ઠ નાગરિકો માટે 'જીમ્ૈં ઉીઝ્રટ્ઠિી' નામની યોજના શરૂ કરી હતી. જીમ્ૈંનું અમૃત કલશ યોજનાનો સમય ૪૦૦ દિવસનો છે અને સામાન્ય નાગરિકો માટે વાર્ષિક ૭.૧૦% વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. આ યોજનામાં ઇન્વેસ્ટ કરવા માટેની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ છે. જીમ્ૈંની વેબસાઈટ અનુસાર, અમૃત કલશના ૪૦૦ દિવસના સ્પેશિયલ પીરિયડ સ્કીમમાં ૭.૧૦%નો વ્યાજ દર ૧૨ એપ્રિલ, ૨૦૨૩થી લાગુ થશે. વરિષ્ઠ નાગરિકોને ૭.૬૦%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજના ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી જ માન્ય છે.

જીમ્ૈં એ ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે જ 'જીમ્ૈં ઉીઝ્રટ્ઠિી' ડિપોઝિટ સ્કીમ જાહેર કરી છે, જે તેમને તેમની ડિપોઝિટ પર વધારાના વ્યાજ દરો ઓફર કરે છે. આ યોજના ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી માન્ય છે. અહીં, સામાન્ય વ્યાજ દર કરતાં ૫૦ બેસિસ પોઇન્ટનું વધારાનું પ્રીમિયમ આપવામાં આવે છે. આ યોજના નવી ડીપોઝીટ અને વધતી ડીપોઝીટના રીન્યુઅલ પર પણ ઉપલબ્ધ છે.

અમૃત વૃષ્ટિ યોજના ૪૪૪ દિવસની ડિપોઝિટ પર વાર્ષિક ૭.૨૫% વ્યાજ દરની ઓફર આપે છે. વરિષ્ઠ નાગરિકો માટે ૦.૫૦% વધારાના વ્યાજ દરની ઓફર આપે છે. આ ડીપોઝીટ સામે લોન પણ મેળવી શકાય છે. આ યોજનામાં રોકાણ કરવાની અંતિમ તારીખ ૩૧ માર્ચ ૨૦૨૫ છે.

એસબીઆઈ બેસ્ટ ડિપોઝિટ ટર્મ ઇન્વેસ્ટરો માટે ગત વર્ષે શરૂ કરવામાં આવી હતી જે લોકો મોટી રકમ જમા કરાવવા માંગતા હતા. એમાં પરંપરાગત એફડીની તુલનામાં વધુ વ્યાજ દર આપવામાં આવે છે. બેંક ૨ વર્ષની મુદત માટે ૭.૪% વ્યાજ દર ઓફર કરે છે. જે એક વર્ષના સમયગાળા માટે વ્યાજ દર ૭.૧૦% નક્કી કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકોને સામાન્ય ઇન્વેસ્ટરના વ્યાજ દર કરતાં ૫૦ બેસિસ પોઇન્ટનું વધારાનું પ્રીમિયમ મળે છે. તેઓ ૨ વર્ષની ડિપોઝીટ પર ૭.૯% અને ૧ વર્ષની ડીપોઝીટ પર ૭.૬%ના દરે વ્યાજ મેળવી શકે છે. 'બેસ્ટ (નોન-કૉલેબલ)' પરનો વ્યાજ દર રૂ. ૧ કરોડથી રૂ. ૩ કરોડની વચ્ચેની ડીપોઝીટ પર જ લાગુ પડે છે. આ યોજનામાં ઈન્વેસ્ટ કરવાની કોઈ છેલ્લી તારીખ નથી.

જીમ્ૈં એ ગ્રીન પ્રોજેક્ટ્‌સને પ્રોત્સાહિત કરવા માટે જીમ્ૈં ગ્રીન રૂપિયા ટર્મ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ યોજના હેઠળ બેંક ૧૧૧૧ દિવસ, ૧૭૭૭ દિવસના સમયગાળા માટે ૬.૬૫% વ્યાજ દર ઓફર કરે છે. બેંક ૨૨૨૨ દિવસની મુદત માટે ૬.૪૦% વ્યાજ દર ઓફર કરે છે. આ યોજના હેઠળ બેંક વરિષ્ઠ નાગરિકો માટે ૧૧૧૧ દિવસ અને ૧૭૭૭ દિવસના સમય મર્યાદા માટે ૭.૧૫% વ્યાજ દર ઓફર કરે છે. ૨૨૨૨ દિવસના સમય મર્યાદા માટે ૭.૪૦% વ્યાજ દર ઓફર કરે છે. આ યોજનામાં પણ ઇન્વેસ્ટ કરવા માટે કોઈ છેલ્લી તારીખ રાખવામાં આવી નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution