sbi શોર્ટ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટના રેટ વધાર્યા, બીજી બેન્કોના રેટ પણ વધશે


નવીદિલ્હી,તા.૧૬

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ એફડીના દરમાં વધારો કર્યો છે. ડિપોઝિટને રિપ્લેસ કરવા અને લિક્વિડિટી વધારવા માટે આ દર વધારવામાં આવ્યા છે. તેના કારણે એસબીઆઈનો મહત્તમ દર ૬.૨૫ ટકા થઈ ગયો છે. બેન્ક ઓફ બરોડાના દર સૌથી વધુ ૭.૨૫ ટકા છે. બીજી બેન્કો પણ તેને અનુસરી શકે છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેની શોર્ટ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટના રેટમાં વધારો કર્યો છે. એસબીઆઈ દેશની સૌથી મોટી બેન્ક છે અને હવે બીજી પીએસયુ બેન્કો પણ એફડીના રેટ વધારે તેવી શક્યતા છે. છેલ્લા છ મહિનામાં એસબીઆઈ દ્વારા બીજી વખત વ્યાજના દરમાં વધારો થયો છે. તેના કારણે હવે એક વર્ષની એફડીના રેટ ૬ ટકાથી વધીને ૬.૨૫ ટકા થઈ ગયા છે. એસબીઆઈએ એફડીના વ્યાજના દરમાં વધુમાં વધુ ૦.૭૫ ટકાનો વધારો કર્યો છે.

સ્ટેટ બેન્ક દ્વારા હોલસેલ ડિપોઝિટને રિપ્લેસ કરવા અને લિક્વિડિટી વધારવા માટે આ દર વધારવામાં આવ્યા છે. આ ઉપરાંત તેનાથી માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગના રેટમાં પણ વધારો થવાનો છે. કંપનીઓને બેન્કો દ્વારા જે લોન આપવામાં આવે તે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્‌સ આધારિત લેન્ડિંગ રેટ (સ્ઝ્રન્ઇ) પર આપવામાં આવે છે. આ મિનિમમ લેન્ડિંગ રેટ હોય છે.

એસબીઆઈ હવે ૪૬ દિવસથી ૧૭૯ દિવસની એફડી પર ૫.૫ ટકા વ્યાજ આપે છે જેના માટે અગાઉ વ્યાજનો દર ૪.૭૫ ટકા હતો. ૧૮૦ દિવસથી ૨૧૦ દિવસની ડિપોઝિટ માટે વ્યાજનો દર ૫.૭૫ ટકા હતો જે વધીને ૬ ટકા થયો છે. જ્યારે ૨૧૧ દિવસથી એક વર્ષ સુધીની ડિપોઝિટ માટે દર ૬ ટકાથી વધીને ૬.૨૫ ટકા કરવામાં આવ્યો છે. નોન સિનિયર સિટિઝન્સ માટે બેસ્ટ રેટ બેથી ત્રણ વર્ષની ડિપોઝિટ માટે ૭ ટકા પર છે. એસબીઆઈએ છેલ્લે ડિસેમ્બર ૨૦૨૩માં તેના હ્લડ્ઢના રેટમાં વધારો કર્યો હતો અને હવે પાંચ મહિનામાં જ ફરીથી ફિક્સ્ડ ડિપોઝિટનો રેટ વધી ગયો છે. જીમ્ૈં એ માર્કેટ લીડર છે અને તમામ પબ્લિક સેક્ટરની બેન્કો તેને અનુસરે છે તેથી આગામી દિવસોમાં બીજી પીએસયુ બેન્કોના રેટ પણ વધવાની શક્યતા છે. હાલમાં સરકારી માલિકીની બેન્કોમાં સૌથી ઊંચા વ્યાજના દર બેન્ક ઓફ બરોડાના છે જે ફિક્સ્ડ ડિપોઝિટ પર ૭.૨૫ ટકા સુધી વ્યાજ ચૂકવે છે. ત્રણ વર્ષની ડિપોઝિટ માટે આ દર સૌથી ઊંચો છે. પ્રાઈવેટ સેક્ટરની બેન્કોની વાત કરવામાં આવે તો યસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને આઈડીએફસી બેન્ક દ્વારા જુદા જુદા સમયગાળા માટે ૭.૨૫ ટકા સુધી વ્યાજ ઓફર કરવામાં આવે છે. એસબીઆઈના ચેરમેન દિનેશ ખારાએ એક અઠવાડિયા અગાઉ એનાલિસ્ટને જણાવ્યું હતું કે એસબીઆઈની ઓવરઓલ ડિપોઝિટમાં ચોથા ક્વાર્ટરમાં ૧૧ ટકાનો વધારો થયો હતો જ્યારે ટર્મ ડિપોઝિટમાં ૧૬ ટકાના દરે ગ્રોથ થયો હતો. સરકારી બેન્કો કે પ્રાઈવેટ સેક્ટરનો મોટી બેન્કોની તુલનામાં સ્મોલ ફાઈનાન્સ બેન્કોમાં એફડીના રેટ સૌથી ઊંચા છે અને કેટલીક બેન્કો સિનિયર સિટિઝનોને ૯ ટકાથી લઈને ૯.૨૫ ટકા સુધી વ્યાજનો દર ઓફર કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution