દિલ્હી-
દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ અદાણી જૂથને ઓસ્ટ્રેલિયા સ્થિત વિવાદિત કોલ માઇન પ્રોજેક્ટને લોન આપવા માટે હાથ પાછા ખેંચ્યા છે. રોકાણકારો, પર્યાવરણવાદીઓ અને બ્લેકરોક ઇંક વગેરેના વિરોધને કારણે એસબીઆઈ મૂંઝવણમાં છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ બેંકની એક્ઝિક્યુટિવ કમિટી આ અંગે અંતિમ ર્નિણય લેશે. જાે કે, આ વર્ષે તેણે અદાણી ગ્રૂપને ધિરાણ આપવા અંગે હજુ સુધી ચર્ચા કરી નથી. આવી સ્થિતિમાં, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે અદાણી ગ્રૂપનો આ પ્રોજેક્ટ અદ્ધરતાલ થઇ શકે છે.
બ્લૂમબર્ગ અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બે વરિષ્ઠ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને એક અબજ ડોલરની લોન આપવા મુદ્દે બેન્ક પાછીપાની કરી રહી છે. બેન્કની કાર્યકારી સમિતિએ હજુ સુધી આ બાબતે કોઈ અંતિમ ર્નિણય લીધો નથી. અત્રે નોંધનીય છે કે કાર્બન ઉત્સર્જન સંબંધિત મુદ્દાઓન તેમજ પર્યાવરણ સંબંધિત સમસ્યાઓને કારણે કલાયમેટ એક્ટિવિસ્ટ અદાણી કાર્મિકેલ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત એસબીઆઈના શેરધારકો, બ્લેકરોક તેમજ નોર્વેના સ્ટોરબ્રાન્ડ એએસએ આ મામલે ગતવર્ષે વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં ફ્રાન્સના ફંડ હાઉસ આમુંડીએ જણાવ્યું હતું કે ભારતીય સ્ટેટ બેન્ક જાે ઓસ્ટ્રેલિયામાં અદાણીની કાર્મિકેલ કોલસા ખાણને રૂ.૫૦૦૦ કરોડની લોન આપશે તો તે પોતાની પાસે રહેલા એસબીઆઇ ગ્રીન બોન્ડને વેચી દેશે.