બચત અને રોકાણઃ ક્યાં? ક્યારે? કેવી રીતે?

હંમેશા દરેક વ્યક્તિએ પોતાની સક્રિય આવક પર માત્ર ક્યારેય ર્નિભર ન રહેવું. આવકનો બીજાે સ્ત્રોત(નિષ્ક્રિય આવક) ઊભો કરવા માટે નિયમિત રીતે બચત કે રોકાણ કરતાં જ રહેવું, અન્ય ક્ષેત્રની જેમ બચત માટે પણ ‘સાતત્યતા એ જ સફળતા ની ચાવી’ છે. આ બાબતે તો આપણે ગત અંક માં જાણ્યું. તો હવે ચાલો આપણે 'બચત’થી 'રોકાણ’ તરફ પ્રગતિ કરીએઃ

બચત અને રોકાણ બંને આપણાં ‘નાણાકીય લક્ષ્યો’ને હાંસલ કરવાનાં અલગ-અલગ સાધનો છે. ભવિષ્યમાં નાણાકીય લક્ષ્યો સફળતાપૂર્વક પ્રાપ્ત કરવા માટે પાયાના નિર્માણમાં બચત અને રોકાણ બંનેનું મહત્વ છે. પરંતુ, આપણે આ બંને વચ્ચેની સામ્યતા તથા તફાવતો જાણવાની જરૂર છે, ક્યારે રોકાણ કરવું શ્રેષ્ઠ છે કે તેની સરખામણીમાં બચત કરવી શ્રેષ્ઠ છે તે પણ જાણવું અતિ મહત્વનું છે.આ લેખમાં, આપણે બચત અને રોકાણની તુલના કરીશું, બંનેના ફાયદા અને જાેખમનું અન્વેષણ કરીશું.

આ લેખમાં બતાવીશું કે, રોકાણ અભિયાનમાં કઈ-કઈ બાબતે ધ્યાન રાખવું આવશ્યક છે, આવક, ખર્ચ અને ઉદ્દેશ્યોના આધારે બચત અને રોકાણ વચ્ચે સંતુલન જાળવવું કેટલું જરૂરી છે?, સંતુલન કેવી રીતે જાળવવું ?

બચત અને રોકાણ બંને અલગ-અલગ વ્યૂહરચના છે જેમાં ઘણી અલગ-અલગ વિશેષતાઓ છે, પરંતુ તે બંને ‘નાણાં એકઠા કરવાનો એક સામાન ધ્યેય ધરાવે’ છે, બચત અને રોકાણ બંને ભાવિ કારણો માટે પોતાની આવકમાંથી નિયમિત રીતે અમુક રકમ બાજુમાં રાખી ‘પોતાના નાણાને પોતાનાં માટે કામે લગાડવા’નો પણ સમાન ધ્યેય ધરાવે છે. બચત અને રોકાણ બંને નાણાં એકઠા કરવા માટે વિશિષ્ટ ખાતાઓનો ઉપયોગ કરે છે આનો અર્થ એ છે કે, બચતકર્તાઓ બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી હ્લડ્ઢ કે ટર્મ ડિપોજિટમાં નાણાં રોકે છે અને રોકાણકર્તાઓ નાણાંકિય સંસ્થાઓમાં ખાતું ખોલાવીને સ્ટોક્સ, બોન્ડ્‌સ જેવા સાધનોમાં રોકાણ કરે છે. પરંતુ બચત અને રોકાણમાં માત્ર સમાનતા જ નથી ઘણાં તફાવતો પણ છે.

બચતનું ધ્યેય એ છે કે, આ ભંડોળ ભવિષ્યના ઉપયોગ માટે ઉપલબ્ધ હોય. રોકાણનું ધ્યેય નફો અથવા આવક મેળવવાનો છે.

બચતકર્તા થાપણોમાં નિયત સમય અને વ્યાજદરે નાણાં રોકે છે, મુદત પૂર્ણ થતાં બચતકર્તા વ્યાજ સહિત નાણાં પરત મેળવે છે. જ્યારે રોકાણકર્તા પોતાની રોકડનો ઉપયોગ સંપત્તિ ખરીદવા માટે કરે છે, અને જ્યારે સંપત્તિનું મૂલ્ય વધે છે ત્યારે રોકાણકાર તેને વેચીને નફો કમાય છે.

અમુક લાંબાગાળાની થાપણોમાં બેન્ક બચતકર્તાને માસિક કે ત્રિમાસિક વ્યાજની રકમની ચુકવણી કરે છે અને મુદ્દતને અંતે મુદ્દલ પરત કરે છે. જ્યારે રોકાણકર્તા થકી ખરીદાયેલી સંપત્તિ મારફતે રોકાણકાર ડિવિડંડ કે ઘર-દુકાન જેવી સંપત્તિને ભાડે આપી આવક મેળવે છે.

બચતકર્તાને લાંબાગાળાની થાપણોમાં ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે. જ્યારે રોકાણકારોનેબજારની તેજી-મંદી તથા મૂલ્યવૃદ્ધિનો લાભ મળે છે.

બચતકર્તાને પ્રમાણમાં ઓછું વળતર સંભવિત છે. પરંતુ, મૂડી સહી સલામત રહેવાની શક્યતા વધુ છે અને નિયત વળતર પણ. જ્યારે વધુ નફો મેળવવાની લાલચમાં રોકાણકારો ભૂલ કરી બેસે છે અને આમાં કમાણીનાં સ્થાને નુકસાન પણ થવાની શક્યતાઓ રહેલી છે.

બચતમાં નિયત સમય કરતાં વહેલાં નાણાં ઉપાડવા માટે નિયત વ્યાજદરથી ઓછું વ્યાજ મળે છે. પેનલ્ટીને કારણે ઘણી વખત મુડીમાં પણ ઘટાડો જાેવા મળી શકે. જ્યારે સ્ટોક્સ કે મ્યુચુઅલ ફંડ જેવાં રોકાણોમાં ડિપોઝિટનાં પ્રમાણમાં વધુ પ્રવાહિતા જાેવા મળે છે અને મોટેભાગે એકાદ વર્ષ બાદ નાણાં ઉપાડવા ઉપર કોઈ પેનલ્ટી હોતી નથી.

બચત ખાતાની બેલેન્સ બાહ્ય પરિબળોના પ્રતિભાવમાં વધઘટ થતી નથી. બેન્ક દ્વારા ચોક્કસ વળતરની બાંયધરી આપવામાં આવે છે. રોકાણોમાં વળતરની કોઈ બાંયધરી આપવામાં આવતી નથી, સંપત્તિના મૂલ્યમાં વધઘટ થતાં ટૂંકા ગાળામાં નાણાં ગુમાવવાની સંભાવનાઓ રહેલી છે. પરિણામે બચત સંતુલન ખોરવાઈ શકે છે.

બચત રોકાણ કરવા સક્ષમ બનાવે છે. રોકાણ કરવાનું પ્રથમ પગલું એ બચતનું કાર્ય છે.

ફુગાવાને કારણે સમય જતાં રોકડની ખરીદ શક્તિ ઘટતી જાય છે. ફુગાવા બાદ કર્યા પછી બચત નકારાત્મક વળતર પણ આપી શકે છે. રોકાણમાં વળતરની સંભાવના વધારે છે. લાંબા ગાળે, ફુગાવા બાદ કર્યા પછી સ્ટોક્સમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિ લગભગ ૮% જાેવા મળી છે.

બચત ખાતાઓ અગાઉથી જણાવે છે કે નિયત મુદ્દતના અંતે બચત પર કેટલું વ્યાજ મેળવશો. રોકાણ ઉપર ‘નિયંત્રણની બહારના પરિબળોના આધારે’ નફો કે નુકશાન જઈ શકે છે.

બચત કરવી સામાન્ય રીતે સીધું અને સરળ કાર્ય છે. સામાન્ય રીતે કોઈ અપફ્રન્ટ ખર્ચ અથવા બચત કરતાં શીખવાની કોઈ ફી હોતી નથી. રોકાણ કરવાની પ્રક્રિયા જટિલ હોઈ શકે છે, પ્રારંભ કરતા પહેલા સંભવતઃ કેટલાક સંશોધન કરવાની જરૂર પડશે. બ્રોકરેજ ચાર્જિસ તથા એકાઉન્ટ્‌સ ફી હોઈ શકે છે.

બચત ચોક્કસપણે રોકાણ કરતાં વધુ સુરક્ષિત પર્યાય છે, જાે કે તે લાંબા ગાળે ‘સંચિત સૌથી વધુ સંપત્તિ’ માં પરિણમશે નહીં, જ્યારે ઉચ્ચ વળતરની સંભાવના હોવા છતાં રોકાણમાં ઘણી ખામીઓ છે. રોકાણ માત્ર એટલું જ મૂલ્યવાન છે જેટલું કોઈ તેમના માટે ચૂકવણી કરવા તૈયાર છે.

તો કયું સારું છે - બચત કે રોકાણ?

તમામ સંજાેગોમાં બચત કે રોકાણની યોગ્ય પસંદગી ખરેખર વર્તમાન નાણાકીય સ્થિતિ પર આધારિત છે. શ્રેષ્ઠ પ્રથા એ છે કે, જ્યાં સુધી પર્યાપ્ત રોકડ બચત હાથ પર ન હોય ત્યાં સુધી રોકાણ ન કરવું. જાે અચાનક કોઈ કટોકટી ઊભી થાય, તો ખર્ચને આવરી લેવા માટે હાથ પરની રોકડનો જ ઉપયોગ કરવો હિતાવહ છે, રિયલ એસ્ટેટ જેવી અસ્કયામતોમાં રોકાણ કરવામાં આવેલ હોય તો વેચવામાં મહિનાઓ લાગી શકે છે. હાથ પરની રોકડ રોકાણનાં મૂલ્યમાં વૃદ્ધિ થાય તે પહેલાં વેચવાથી બચાવે છે. કટોકટીનાં સમયે ઘણી વખત સંપત્તિ મૂલ્ય ગુમાવી શકે છે.

સામાન્ય રીતે ટૂંકા ગાળાના નાણાકીય ધ્યેયો, ઓછું જાેખમ લેવાની માનસિકતા ધરાવનાર અથવા ઈમરજન્સી ફંડની જરૂરિયાત ધરાવતા રોકાણકારો માટે બચતને પ્રાધાન્યક્ષમ માનવામાં આવે છે. રોકાણ એ શ્રેષ્ઠ વિકલ્પ એવા લોકો માટે હોઈ શકે છે કે જેમની પાસે પહેલેથી જ કટોકટીનાં સમયનંર ફંડ પડેલું છે અને તેઓ લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અથવા જેઓ ઉચ્ચ જાેખમ લેવાની માનસિકતા ધરાવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution