દિલ્હી-
ચોતરફ વિશ્વ સમગ્ર કોરોનાની આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે પરંતુ, ભારતના સૌથી ધનિક વ્યકતિ મુકેશ અંબાણી માટે કોરોના કે લોકડાઉન કઈંક ફરક જ નથી પાડી રહ્યું
કોરોના મહામારી છતા એક બાદ એક રિલાયન્સ રીટેલમાં વિદેશી પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળની રિલાયન્સ રીટેલમાં સાઉદીના જાહેર ફંડે વધુ પૈસા ઠાલવવાનો ર્નિણય કર્યો છે.
રીપોર્ટ અનુસાર સાઉદ પબ્લીક ઈન્વેસ્ટમેન્ટ ફંડએ રિલાયન્સ રીટેલમાં 2.04% હિસ્સેદારી ખરીદવાનો ર્નિણય કર્યો છે.
સાઉદીનું ફંડ રિલાયન્સ રીટેલમાં હિસ્સેદારી ખરીદવા 1.3 અબજ ડોલરનું રોકાણ કરશે. ભારતીય પૈસા પ્રમાણે જાેઈએ તો રિલાયન્સ રીટેલમાં સાઉદી અંદાજિત 9555 કરોડનું રોકાણ કરશે.
આ સાથે રિલાયન્સ જિયો બાદ રીટેલમાં પણ વિદેશી રોકાણકારોએ કુલ 10.09% હિસ્સેદારી ખરીદીને અંબાણી સમૂહ પરનો વિશ્વાસ પેદા કર્યો છે. વિશ્વના ટોચના 8 ફંડોએ રિલાયન્સ રીટેલમાં કુલ રૂ. 47,256 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.