સાઉદી અરબે પાકિસ્તાનના નકશામાંથી કાશ્મીર અને ગિલગિટ-બાલિસ્તાન હટાવ્યાં

દિલ્હી-

સાઉદી અરબે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. સાઉદી અરબે આગામી મહિને થનારી જી-20 સમિટ માટે એક વિશેષ નોટ જાહેર કરી છે. એના પાછળના ભાગમાં 20 દેશના નકશા દર્શાવવામાં આવ્યા છે. આ નકશામાં ખાસ વાત એ છે કે એમાં કાશ્મીર, ગિલગિટ-બાલિસ્તાનને પાકિસ્તાનનો હિસ્સો ગણાવવામાં આવ્યો નથી. એને સ્વતંત્ર દેશ તરીકે દર્શાવવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકારે આ વિશે હજી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જી- 20 શિખર સંમેલન 21 અને 22 નવેમ્બરે રિયાદમાં આયોજિત થવાનું છે.

જી-20 સમિટ સાઉદી અરબના રિયાદમાં થવાની છે. સાઉદી અરબ સરકાર અને પ્રિન્સ સલમાનની અધ્યક્ષતામાં થનારી આ બેઠક તેમના માટે ગર્વની વાત છે. 24 ઓક્ટોબરે આ મોકાને યાદગાર બનાવવા માટે સાઉદી સરકારે 20 રિયાલની બેન્ક નોટ જાહેર કરી છે. એમાં સામેની બાજુ સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝનો ફોટો અને એક સ્લોગન છે. બીજા એટલે કે પાછળના ભાગે દુનિયાનો નકશો છે. એમાં જી-20 દેશોને અલગ અલગ કલરમાં દર્શાવવામાં આવ્યા છે. એમાં કાશ્મીર સિવાય ગિલગિટ અને બાલિસ્તાનને પાકિસ્તાનનો હિસ્સો ગણાવવામાં આવ્યો નથી.

યુરેશિયન ટાઈમ્સે આ વિશે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, સપ્ટેમ્બરમાં ઈઝરાયેલની ખાનગી એજન્સી મોસાદના ચીફ એટલે કે યોસી કોહેને સંકેત આપ્યા છે કે અમેરિકાની ચૂંટણી પછી સાઉદી અરબ અને બાકી અરબ દેશોના ઈઝરાયેલ સાથેના રાજકીય સંબંધો સામાન્ય થઈ ગયા છે. પાકિસ્તાન પીએમ ઈમરાને પહેલા જ સ્પષ્ટ દીધું છે કે તેમનો દેશ ઈઝરાયેલને માન્યતા આપતો નથી અને તેમની સાથે ડિપ્લોમેટિક સંબંધો રાખશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution