પેરિસ:સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનું પેરિસ ઓલિમ્પિક અભિયાન સમાપ્ત થઈ ગયું છે. ભારતની આ સ્ટાર શટલર જાેડીને ગુરુવારે રમાયેલી બેડમિન્ટન મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં મલેશિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મલેશિયાની એરોન ચિયા અને સોહ વુઇ યીકની જાેડીએ ભારતીય જાેડીને ૨૧-૧૩, ૧૪-૨૧, ૨૧-૧૬થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે મલેશિયાની જાેડીએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય જાેડીએ મેચમાં આક્રમણની શરૂઆત કરી હતી અને પહેલા સેટની શરૂઆતમાં ઘણા જબરદસ્ત સ્મેશ ફટકાર્યા હતા. મલેશિયાની જાેડીએ પણ જાેરદાર લડત આપી અને પ્રથમ ગેમમાં મધ્ય-વિરામ સુધી સાત્વિક-ચિરાગ ૧૧-૧૦ના સ્કોર સાથે નાના માર્જિનથી આગળ હતા. જાેકે, વિરામ બાદ ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રતિસ્પર્ધીઓને વધુ તક આપ્યા વિના પ્રથમ ગેમ ૨૧-૧૩થી જીતી લીધી. પ્રથમ સેટ આસાનીથી જીત્યા બાદ ભારતીય જાેડીએ બીજી ગેમમાં જાેરદાર મુકાબલો કર્યો હતો. ટોક્યો ૨૦૨૦ બ્રોન્ઝ મેડલ વિજેતા મલેશિયાની ચિયા-સોહે બીજા સેટમાં શાનદાર વાપસી કરી હતી. મલેશિયાની જાેડીએ પ્રથમ વખત મેચમાં ૫-૪ની સરસાઈ મેળવી હતી. આ ગેમમાં મલેશિયાની જાેડીએ કોઈ ભૂલ કરી ન હતી અને આક્રમક અભિગમ અપનાવ્યો હતો અને ભારતીય જાેડીને ૨૧-૧૪થી હરાવી હતી.ત્રીજાે સેટ ભારત અને મલેશિયા વચ્ચે કપરો રહ્યો હતો. ભારતીય જાેડીએ ૫-૨થી પાછળ રહ્યા બાદ શાનદાર રમત રમી અને સ્કોર ૫-૫ની બરાબરી પર લાવી દીધો. ે બંને વચ્ચેની ત્રીજી ગેમ ખૂબ જ રોમાંચક રહી હતી. સાત્વિક-ચિરાગે તેમનો હુમલો ચાલુ રાખ્યો અને મધ્ય-વિરામ સુધી સાત્વિક-ચિરાગે તેમના વિરોધીને ઘણી વખત શટલને ફટકારવા માટે દબાણ કર્યું, બંનેએ ઘણા જબરદસ્ત સ્મેશ ફટકાર્યા. પરંતુ, મલેશિયાની જાેડીએ પણ ઘણા શાનદાર શોટ ફટકારીને મેચને અઘરી બનાવી દીધી હતી .