સાત્વિક-ચિરાગને જર્મની સામે વોકઓવર મળ્યો આજે ઈન્ડોનેશિયાની જાેડીનો સામનો કરશે


પેરિસ:બેડમિન્ટન તરફથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં સોમવારે યોજાનારી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વચ્ચેની મેચ જે જર્મની સામે રમાવાની હતી, તે રદ કરવામાં આવી છે. હવે જાે તાજા સમાચારો પર વિશ્વાસ કરવામાં આવે તો સાત્વિક-ચિરાગની જાેડીને બેડમિન્ટન મેન્સ ડબલ્સની ગ્રુપ સ્ટેજની મેચમાં જર્મનીના માર્ક લેમ્સફસ અને માર્વિન સીડેલ સામે વોકઓવર આપવામાં આવ્યો છે. આ સાથે ભારતની આ સ્ટાર જાેડી આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે. હવે ભારતની સ્ટાર જાેડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો આગામી મુકાબલો ૩૦ જુલાઈએ ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન અર્દિયંતો સામે થશે. ૨૯મી જુલાઈના રોજ પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪ના ગ્રૂપ સ્ટેજની મેચમાં બંનેએ માર્ક લેમ્સફસ અને માર્વિન સીડેલની જર્મન જાેડી સામે તેમની મેચ રમવાની હતી. આ પહેલા પણ સમાચાર આવ્યા હતા કે જર્મન જાેડી ઘૂંટણની ઈજાને કારણે મેચમાં ભાગ લઈ શકશે નહીં. આ પછી આ મેચ રદ કરવામાં આવી હતી, આ બંને સિવાય ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેનની મેચ પણ રદ કરવામાં આવી હતી. તેની સામે રમી રહેલી જર્મન ખેલાડીએ પણ ઈજાના કારણે તેનું નામ મેચમાંથી પાછું ખેંચી લીધું હતું. હજી સુધી લક્ષ્ય સેનની મેચ વિશે કોઈ અપડેટ નથી.

 બોક્સ વોકઓવર શું છે?

જાે પ્રથમ રાઉન્ડમાં ખેલાડીનો કોઈ વિરોધી મેચમાં ન આવે, તો ખેલાડી બીજા રાઉન્ડમાં આગળ વધે છે. આ પ્રક્રિયાને વોકઓવર કહેવામાં આવે છે. એક રીતે, જે ખેલાડીઓ મેચ દરમિયાન ભાગ લેતા નથી તેઓ હારી ગયા હોવાનું માનવામાં આવે છે, જ્યારે મેચ રમવા માટે આવતા ખેલાડીઓને વિજેતા જાહેર કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution