સાત્વિક અને ચિરાગની જાેડીનું શાનદાર પ્રદર્શન જારી: ગ્રુપ સીમાં અંતિમ આઠમાં


પેરિસ:સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતની પુરૂષ ડબલ્સ જાેડીએ મંગળવારે પેરિસ ઓલિમ્પિકમાં ઇન્ડોનેશિયાની મોહમ્મદ રિયાન આર્ડિયન્ટો અને ફજર અલ્ફિઆનની જાેડીને સીધી ગેમ્સમાં હરાવીને ગ્રુપ ઝ્રમાં ટોચ પર રહેવા માટે તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. સાત્વિક અને ચિરાગની વિશ્વની પાંચમાં ક્રમાંકની ભારતીય જાેડીએ ૪૦ મિનિટમાં ૨૧-૧૩, ૨૧-૧૩થી વિશ્વની સાતમા ક્રમાંકની આર્ડિયન્ટો અને અલ્ફિયાનની જાેડીને હરાવી હતી. આ બંને જાેડીએ પહેલાથી જ અંતિમ આઠમાં જગ્યા બનાવી લીધી હતી અને આ મેચે ગ્રુપમાં ટોચની ટીમ નક્કી કરી હતી. ભારતીય જાેડીએ ગ્રુપમાં પોતાની તમામ મેચ જીતી હતી.

સાત્વિક અને ચિરાગની આર્ડિયાન્ટો અને આલ્ફિયાન સામેની છ મેચમાં આ ચોથી જીત છે. સાત્વિક અને ચિરાગની જાેડી ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ભારતીય પુરુષ ડબલ્સ ટીમ છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (મ્ઉહ્લ), રમતની વૈશ્વિક સંચાલક મંડળે જણાવ્યું છે કે પુરુષોના ડબલ્સના નોકઆઉટ રાઉન્ડ માટેનો ડ્રો બુધવારે થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution