સાથરોટા ગામના યુવાનનું વાહનની ટક્કરે મોત અજાણ્યા વાહન ચાલકની ભાળ મેળવવા પ્રયાસ હાલોલ

હાલોલ ગોધરા હાઇવે પર મઘાસર ગામ નજીક રસ્તો ઓળંગી રહેલા સાથરોટા ગામના આશાસ્પદ યુવાન ને કોઈક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં, તેને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. હાલોલ રૂરલ પોલીસે અકસ્માત નો ગુનો નોંધી, નાસી ગયેલ અજાણ્યા વાહન ચાલકની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા, ને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેના વાલી વારસને સોંપ્યો હતો. પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગત શુક્રવારના રોજ મોડી સાંજે હાલોલ ગોધરા હાઈવે રોડ પર મઘાસર ગામ નજીક, રસ્તો ઓળંગી રહેલા સાથરોટા ગામના કિરણભાઈ ઉર્ફે નાનો મનુભાઈ પરમાર ઉંવર્ષ ૩૦ કે જે જીઆઇડીસી માં છુટક મજુરી કરતો હતો, તેને પુરઝડપે ને ગફલતભરી રીતે હંકારી ને આવતા કોઈક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં, તે ઉછળી ને રોડ પર પટકાતા, તેને મોઢામાં, માથાની પાછળ તેમજ કમરમાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અકસ્માત કરી વાહનચાલક નાસી છુટ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. જ્યારે ઘટના અંગે મૃતકના કાકાના દિકરા દ્વારા હાલોલ રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા, પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધી, તેની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા, ને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને તેના વાલી વારસને સોંપ્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution