હાલોલ, જાંબુઘોડા તાલુકાના ગરમુલા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ લલ્લુભાઈ નાયક આજરોજ પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર મયુરધ્વજ રાજ સિંહ પરમાર અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યોની ઉપસ્થિતિમાં લલ્લુભાઈ નાયક સહિત તે ઓ ના બે સભ્યો એમ ત્રણ લોકોએ ભાજપમાં જાેડાઈ કેસરીયો ખેસ ધારણ કરતા ભારતીય જનતા પાર્ટી કાર્યકરોમાં આનંદ છવાયો હતો. ભારતીય જનતા પાર્ટી તેઓના વિધિવત રીતે પાર્ટીમાં જાેડી કોંગ્રેસનો સફાયો થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં આનંદ જાેવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સ્થાનિકક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેથી રાજકીય પક્ષોમાં ખેંચતાણ ચાલુ છે. પક્ષોમાં આયારામ ગયારામ ચાલુ છે તેથી આગામી દિવસોમાં ચૂંટણને કારણે ગરમાવો આવવાની સંભાવના છે. જાંબુઘોડાના ગરમુલાના સરપંચ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જાેડાતાં તાલુકામાં ચર્ચાનો દોર શરૂ થયો હતો.