સારાએ ગણેશોત્સવમાં બ્રોકેડ સાડીમાંથી બનેલા ચણિયાચોળી સાથે વટ પાડ્યો

સામાન્ય રીતે લોકોમાં એવી છાપ હોય છે કે સેલેબ્રિટી પોતાના કપડાં એક વખત પહેર્યાં પછી ફરી પહેરતા નથી અને તેઓ મોંઘાદાટ કપડાં જ પહેરે છે. તેમાં પણ ખાસ તો અંબાણી પરિવારના લગ્ન પ્રસંગો હોય કે અન્ય કોઈ મોટી ઇવેન્ટ, તેમાં સેલેબ્રિટીએ પહેરેલાં કપડાં અનેક પ્લેટફોર્મ્સ પર ખાસ ચર્ચામાં રહે છે. હાલ ગણેશ ઉત્સવનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ વીકેન્ડમાં ઘણા સેલેબ્સ અંબાણી પરિવાર દ્વારા આયોજિત ગણેશપૂજામાં સામેલ થયા હતા. તેમાં બધાના રંગબેરંગી કપડાં વચ્ચે સારા અલી ખાનના મલ્ટી કલરની બ્રોકેડવાળા ચણિયાચોળીએ ખાસ ચર્ચા જગાવી છે. મયુર ગિરોત્રા દ્વારા ડિઝાઈન કરેલાં તેના લહેંગા ચોલી વર્ષાેથી એકઠી કરેલી બ્રોકેડની વિન્ટેજ સાડીઓમાંથી તૈયાર કરવામાં આવ્યા હતા. તેની સાથે તેણે ટીશ્યુનો દુપટ્ટો પહેર્યાે હતો. આ ડ્રેસમાં તે બહુ સુંદર અને જાજરમાન લાગતી હતી. આ ચણિયાચોળી જૂના કપડાં અને હસ્તકળાનો એક સુંદર નમુનો હતો. તેના આ લહેંગામાં પર્પલ, ગ્રીન, પિંક, ગોલ્ડન અને રેડ વિન્ટેજ બ્રોકેડની એન્બ્રોડરીવાળી સાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રીન અને પર્પલ કલરની એક નાની બોર્ડર હતી જે ચણિયાને વધુ સુંદર બનાવતી હતી. આ જ શેડમાં તેનું બ્લાઉઝ પણ બનાવવામાં આવ્યું હતું. તેના ગોલ્ડન ટીશ્યુ દુપટ્ટા પર બારીક ગોલ્ડન ઝરદોસી એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી. જેની નેચરલ ચમક વધુ ઉઠાવ આપતી હતી. તેના લહેંગાને વધુ મહત્વ આપવા માટે સારાએ બહુ ડેલિકેટ ગોલ્ડન જ્વેલરી પહેરી હતી. જેમાં તેણે નાનું ચોકર નેકલેસ અને ઝૂમકાં પહેર્યા હતા. જે તેના લહેંગાની ગોલ્ડન એમ્બ્રોઇડરીમાં વધુ મેચ થતાં હતાં. સાથે જ તેણે મેક અપ પણ ઘણો ઓછો રાખ્યો હતો. તેણે નો મેકઅપ નેચરલ લૂક અપનાવ્યો હતો. તેથી લિપસ્ટિક પણ ન્યૂડ શેડની જ કરી હતી. સાથે હેરસ્ટાઇલમાં પણ કોઈ હેવી બન કે કશું કર્યા વિના દક્ષ નિધિ દ્વારા તેના વાળમાં થોડું ટેક્સ્ચર આપીને તેની હાફ પોની કરવામાં આવી હતી . સોશિયલ મીડિયા પર તેના આ લૂકને કારણે અપસાઇકલિંગ ફેશન અને એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી ફેશનની ચર્ચા શરૂ થઈ હતી. તેની ફેશનને સોશિયલ મીડિયા યૂઝરે સસ્ટેનેબલ ફેશન ગણાવી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution