બોલિવૂડમાં સૈફ અલી ખાન અને અમૃતા સિંહની ખૂબસુરત અને ટેલેન્ટેડ દીકરી સારા અલી ખાનની બોલિવૂડમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ ફિલ્મમાં સારાની એક્ટિંગ અને કોન્ફિડન્સ તેના ચાહકોને પસંદ પડ્યા છે. જોકે સારાનો હિરોઇન બનવાનો સંઘર્ષ સહેલો નહોતો કારણ કે તે બોલિવૂડમાં આવી એ પહેલાં તેનું વજન 96 કિલો હતી.
સારા ક્યુટ અને ચબી હતી પણ તેણે બોલિવૂડમાં એન્ટ્રી લેતા પહેલાં સારું એવું વજન ઉતાર્યું હતું. તેણે ચાર મહિના સુધી આકરી મહેનત કરીને 30 કિલો વજન ઉતાર્યું હતું. સારાની માતા અમૃતાએ જ્યારે તેને જોઈ ત્યારે તે પહેલાં તો સારાને ઓળખી નહોતી શકી. સારા તેના કોલેજના છેલ્લા વર્ષમાં હતી ત્યારે તેણે આ વજન ઉતાર્યું હતું. સારાને લેવા માટે અમૃતા એરપોર્ટ પર પહોંચી ત્યારે તે પહેલાં તો સારાને ઓળખી જ નહોતી શકી.
સારાની ટિપ છે કે વજન ઉતારવા માટે સૌથી જરૂરી વર્કઆઉટ છે. વર્કઆઉટ શરીરમાં રહેલી એક્સ્ટ્રા ફેટને બાળવામાં મદદ કરે છે. જો તમને જિમ જવાનું પસંદ ન હોય તો ઘરમાં પણ વર્કઆઉટ કરી શકો છો. વર્કઆઉટ કરતી વખતે ડાયટનું ધ્યાન રાખવાની વજન ઘટાડવામાં મદદ મળે છે. ડાયટમાં મિનરલ્સ, વિટામીન તેમજ ફાઇબર ભરપુર હોવા જરૂરી છે.