મુંબઇ
જો આપ સપના ચૌધરીનાં ફેન છો અને લાંબા સમયથી આપ તેનાં સોન્ગનો ઇન્તેઝાર કરી રહ્યાં છો તો આ સમાચાર આપનાં માટે છે. મમ્મી બન્યા બાદ ફરી એક વખત લોકોનાં દિલ ધડકાવવાં માટે સપના ચૌધરી આવી ગઇ છે. લાંબા સમય બાદ હરિયાણવી સિંગર સપનાનું નવું સોન્ગ યૂટ્યૂબ પર રિલીઝ થઇ ગયુ છે. હરિયાણવી ક્વિનનાં નામથી ફેમસ સપના હાલમાં જ માતા બની છે .મા બન્યા બાદ તેનું આ પહેલું સોન્ગ છે. આ હરિયાણવી સોન્ગનાં બોલ છે.. કતલ કરેગી કે..
સપના ચૌધરી આ ગીતનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ ગીતમાં સપના ચૌધરી ઘણી સ્ટાઇલિશ નજર આવી રહી છે. તે અંગ્રેજી બોલી રહી છે. ગીતનાં બોલ છે. 'નાગિન સી ચાલે ચાલે, અક્ખા માર ડાલે, ઝહર ભરેગી કે, કતલ કરેગી કે..' આ ગીતનાં સિંગર મોહિત શર્મા છે. જ્યારે બોલ સુમિત બાલંબિયાએ લખ્યા છે.
સપના ચૌધરીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિોયમાં યૂટ્યૂબ પર સોનૂટેક મ્યૂઝિક નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 611440 વ્યૂઝ મળી ગયા છે.
બિગ બોસ 11માં નજર આવી ચૂકેલી ડાન્સર સપના ચૌધરીની ફેન ફોલોંઇંગ આખા દેશમાં છે. તે જ્યાં જાય છે તેને જોવા લોકો ભેગા થઇ જાય છે. સપના ચૌધરી, હરિયાણા ઉપરાંત યૂપી, બિહાર અને મધ્યપ્રદેશનાં ઘણાં રાજ્યોમાં સ્ટેજ પરફોર્મન્સ આપી ચુક્યા છે. આપને જણાવી દઇએ કે, 4 ઓક્ટોબરનાં સપના ચૌધી માતા બની છે. તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં તેનાં બોયફ્રેન્ડ વીર સાહૂ સાથે લગ્ન કરી લીધા હતાં.