મુંબઇ-
સંજય દત્તે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાના ચાહકોને જણાવ્યું હતું કે તે પોતાની મેડિકલ સારવાર માટે કામ પરથી થોડાંક સમય માટે રજા લઈ રહ્યા છે. એવામાં સંજય દત્તને ઘણીવાર કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ જતાં સ્પોટ કરવામાં આવ્યા તો તાજેતરમાં જ એટલે કે રવિવારે દત્ત અંધેરીમાં આવેલા યશરાજ સ્ટુડિયો પણ ગયા હતા. સંજય દત્તે પોતાની બીમારી દરમિયાન જ કરણ મલ્હોત્રાની શમશેરામાં પોતાના સીનનાં અમુક ભાગનું શૂટિંગ પૂરું કર્યું.'રણબીર કપૂરે પોતાના સીનનું શૂટિંગ ગયા મહિને પૂરું કરી લીધું હતું. સંજય સર પાસે બે દિવસ હતા. અમુક શૂટ બાકી હોવાને કારણે કરણ પોતાની ફિલ્મનું શૂટિંગ પૂરું કરી શકયો નહોતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રોડયુસર આદિત્ય ચોપરાએ અભિનેતાને રિકવેસ્ટ કરી હતી તે કે સેટ પર આવતાં પહેલા પોતાની સારવાર કરાવી શકે અને તે પોતાનો સમય લઈ શકે. અભિનેતાની તબિયતને ધ્યાનમાં રાખીને પ્રોડ્યુસરે પોતે નક્કી કર્યું અને એ બાબતનું ધ્યાન પણ રાખ્યું કે ખૂબ જ ઓછા ક્રૂ મેમ્બર સાથે અને ખૂબ જ સાવચેતી સાથે આ શૂટ પૂરું થાય. એટલું જ નહીં અભિનેતાના સેટ પર આવતાં પહેલા દરેક ક્રૂ મેમ્બર અને શૂટ સાથે જોડાયેલા દરેકના કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવામાં આવ્યા.
ચર્ચા છે કે સંજય દત્ત પોતાના અન્ય કમિટમેન્ટ્સ પણ પૂરા કરવા માગે છે. જેમાં અજય દેવગનની ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા અને કેજીએફ -૨નું ડબિંગ પણ છે. ગયા મહિને અભિનેતાએ યૂએસ વીઝા મેળવ્યા પછી મહિનાની શરૂઆતમાં જ ન્યૂયોર્ક જવાનું નક્કી કર્યું હતું પણ અભિનેતાના નજીકના સૂત્રએ જણાવ્યું કે તેમના પ્લાનિંગમાં અમુક ફેરફારો કરવામાં આવ્યા છે. અનેક ચર્ચાઓ બાદ સંજય અને માન્યતા દત્ત્।ે ડિસેમ્બરમાં મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરમાં સારવાર લેવાનું નક્કી કર્યું છે, કારણકે તેમના બાળકો શાહરાન અને ઇકરાને શિયાળાની રજાઓ હશે. સંજુ પોતાની ટ્રીટમેન્ટ દરમિયાન ઇચ્છે છે કે તેના બાળકો તેની આસપાસ હોય. સૂત્રના જણાવ્યા પ્રમાણે ત્યાં સુધી સંજય દત્ત પોતાની સારવાર મુંબઇમાં મેળવી રહ્યા છે અને અહીં ચાલું રાખશે.