વડગામ તાલુકા પંચાયતમાં મુકાયેલું સેનિટાઇઝનું બોક્સ બંધ હાલતમાં

વડગામ : વડગામ તાલુકામાં કોરોનાની મહામારીને લઈને તાલુકા પંચાયતમાં આવતા અરજદારોને સેનેટાઇઝ થવા સરકારની ગાઇડ લાઇન પ્રમાણે તાલુકા પંચાયતના સત્તાધીશો દ્વારા સેનેટાઇઝ બોક્સ કચેરીના મુખ્ય ગેટ આગળ મુકવામાં આવ્યું હતું. આ સેનેટાઇઝ બોક્સ થોડા સમય સુધી ચાલુ રહ્યું હતું. હાલમાં વડગામ તાલુકા પંચાયતના મુખ્ય પ્રવેશદ્વાર આગળ કેટલાક સમયથી આ સેનેટાઇઝ બોક્સ બંધ હાલતમાં પડ્યું હોવાથી તાલુકા પંચાયતના કામે આવતા કેટલાક અરજદારો સેનેટાઇઝ બોક્સમાં સેનેટાઇઝ થવા પ્રવેશ કરતા હોય છે.પરંતુ અંદર ગયા પછી લોકોને ખબર પડે છે કે તાલુકા પંચાયતના સત્તાધીશો દ્વારા મુકવામાં આવેલ સેનેટાઇઝ બોક્સ બંધ છે. જેથી લોકોને આ સેનેટાઇઝ બોક્સ શોભના ગાંઠીયા સમાન બન્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution