'સનમ તેરી કસમ' ફેમ એક્ટર હર્ષવર્ધન રાણે કોરોના પોઝિટિવ

 મુંબઇ 

ફિલ્મ 'સનમ તેરી કસમ' ફેમ એક્ટર હર્ષવર્ધન રાણે કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી તેણે ખુદ તેના ટ્વિટર હેન્ડલ પર આપી છે. સોમવારે રાત્રે કરેલા ટ્વીટમાં તેણે લખ્યું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ એક નોટમાં તેણે જણાવ્યું કે હું ટૂંક સમયમાં જ તમને સારા સમાચાર સંભળાવીશ.

ટ્વીટ કરેલી નોટમાં એક્ટરે લખ્યું, 'હેલો પ્રેમાળ લોકો, મને તાવ અને પેટમાં દુખતું હતું, જેને કારણે હું હોસ્પિટલ ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે લક્ષણો મુજબ તો આ એકદમ વાયરલ તાવ છે કારણકે તમારા ફેફસા એકદમ સારા છે અને કોઈ અન્ય લક્ષણ પણ નથી. પરંતુ સાવચેતી રૂપે મેં કોવિડ ટેસ્ટ પણ કરાવી લીધો.'

હવે મારી આરોગ્ય સેતુ એપ બતાવી રહી છે કે હું કોરોના પોઝિટિવ છું. ઠીક છે મતલબ હવે અહીંથી 10 દિવસનું આઇસોલેશન શરૂ થાય છે.'

આગળ લખ્યું, 'તમારા લોકો માટે એક સારા સમાચાર હતા પણ લાગે છે કે તેના માટે હજુ 10 દિવસ વધુ રાહ જોવી પડશે. તો કંઈક સારા સમાચાર અને સારા સ્વાસ્થ્ય સાથે તમને ફરી મળીશ. તા.ક. - ચિંતા ન કરો અને મેહરબાની કરીને મને વોટ્સએપ યુનિવર્સિટીના ઉપચાર ન મોકલો. બસ તમારો પ્રેમ 'તૈશ' ટીમને મોકલો.'


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution