એક્ટ્રેસ અને ‘બિગ બોસ ઓટીટી ૩’ ફેમ સના સુલ્તાન આખરે કોને ડેટ કરી રહી છે. આ સવાલ તેના તમામ ચાહકો જાણવા ઈચ્છે છે. આ દરમિયાન સનાએ હવે પોતાના રિલેશનશિપ અને લગ્ન પર ખુલીને વાત કરી છે. તાજેતરમાં જ સનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મેં ર્નિણય લીધો છે કે જ્યાં સુધી મારા નિકાહ ન થઈ જાય ત્યાં સુધી હું મારા રિલેશન જાહેર નહીં કરું. હું મારા સંબંધોને ખાનગી રાખીશ.’ સનાએ ઈશારામાં જણાવ્યું કે તે કોની સાથે રિલેશનશિપમાં છે પરંતુ તેનો પાર્ટનર ઈન્ડસ્ટ્રીમાં નથી. સનાએ આજકાલના રિલેશનશિપ નિષ્ફળ કેમ જાય છે તે વિશે જણાવતાં કહ્યું, ‘આજકાલ રિલેશનશિપ એટલા માટે તૂટી જાય છે કેમ કે જે વસ્તુ લગ્ન બાદ કરવી જાેઈએ, તે લોકો લગ્ન પહેલા કરી લે છે. મને લાગે છે કે લગ્ન પહેલા ફિઝિકલ થવા વાળી વાત ભગવાનને પણ પસંદ આવતી નથી. એટલા માટે મને લાગે છે કે જાે તમારો પ્રેમ સાચો છે તો તમારે ફિઝિકલ રિલેશન બનાવવાની જરૂર નથી. પહેલાના સમયના લગ્ન એટલા માટે ટકતાં હતાં કેમ કે પહેલાના લોકો નિકાહ પહેલા આ બધી બાબતોમાં પડતાં જ નહોતાં. જાે તમે એ નક્કી કરો કે લગ્ન પહેલા ફિઝિકલ રિલેશન રાખશો નહીં તો તમારું લગ્નજીવન ખુશખુશાલ રહેશે.’ સનાએ કહ્યું કે ‘ઘણાં લોકો મારી આ વાતથી સંમત થશે નહીં પરંતુ હું આવું જ વિચારું છું. જ્યારથી મેં આવો ર્નિણય કર્યો છે ત્યારથી હું જીવનમાં ખૂબ ખુશ છું. પોતાની ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. રિલેશનશિપ જેટલી પ્યોર રાખશો ભગવાન તેટલા જ વધુ આશીર્વાદ આપશે.’