દિલ્હી-
દક્ષિણ કોરિયન ટેક કંપની સેમસંગ ટૂંક સમયમાં ભારતમાં Galaxy M31 Prime લોન્ચ કરશે. આ સંકેત એમેઝોન ભારતની વેબસાઇટ પરથી મળી આવ્યો છે.
Amazon India પર આ ફોન માટે એક ખાસ પેજ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ફોનની કેટલીક સુવિધાઓ લખેલી છે, પરંતુ આ સ્માર્ટફોનનો કયો સેગમેન્ટ હશે તે સ્પષ્ટ નથી
.
Galaxy M31 Prime માં 64 મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર હશે. કુલ ચાર રીઅર કેમેરા હશે અને તે સેમસંગની ઇનહાઉસ પ્રોસેસ એક્ઝિનોસ 9611 પર ચાલશે.
Galaxy M31 Primeને 6GB રેમ આપવામાં આવશે અને તેની ઇન્ટરનલ મેમરી 128GB હશે. તેના બે વેરિએન્ટ ભારતમાં લોન્ચ કરી શકાય છે. ફોન લોંચની તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ મહિનામાં પ્રસ્તુત કરી શકાય છે.
નોંધનીય છે કે એમેઝોન ઇન્ડિયા પર બનાવેલા આ પેજ પર Galaxy M31 Prime લખાયેલ નથી. અહીં ફક્ત ગેલેક્સી એમ પ્રાઇમનું બ્રાંડિંગ છે, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તે Galaxy M31 Prime સ્માર્ટફોન હશે.
Galaxy M31 Primeને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સેન્સર આપી શકાય છે જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અને 5 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે.
સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હશે. આ ફોનમાં 6,000 એમએએચની બેટરી હશે અને 15 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ કરશે. ફોનના પાછળના ભાગમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.