ન્યૂ દિલ્હી
દેશની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) એ શુક્રવારે કહ્યું હતું કે સમીર સેકસરીયા ૧ મે, ૨૦૨૧ ના રોજ કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (સીએફઓ) પદ સંભાળશે. તેઓ શુક્રવારે નિવૃત્ત થયેલા વી રામકૃષ્ણનનું સ્થાન લેશે. સમીર સેકસરીયાને ૧૨ એપ્રિલ ૨૦૨૧ ના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં આગળના સીએફઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સેકસરીઆએ તેની કારકીર્દિની શરૂઆત ૧૯૯૯ માં ટી.સી.એસ.થી કરી હતી અને આ સમયગાળા દરમિયાન વિવિધ પદો પર રહ્યા હતા.