સામંથાને ટોપ ૧૦૦ વ્યૂડ ઇન્ડિયન સ્ટાર્સ ઓફ ડિકેડમાં સ્થાન મળ્યું

સામંથાએ તેલુગુ સ્ટાર તરીકે તો પોતાનું સ્થાન મજબૂત કરી જ લીધું હતું, ત્યાર બાદ તેણે ‘ધ ફેમિલી મેન ૨’ વેબ સિરીઝમાં એક મહત્વના રોલ સાથે પોતાની પહોંચ વધારી છે. હવે આઈએમડીબીની ટોપ ૧૦૦ વ્યૂડ ઇન્ડિયન સ્ટાર્સ ઓફ ધ લાસ્ટ ડિકેડમાં સ્થાન મળ્યા બાદ સમંથાએ વધુ કામ કરવાની ભૂખ દર્શાવી હતી અને દાવો કર્યાે હતો કે,“મને લાગે છે કે હજુ તો આ શરૂઆત જ છે. મને હજુ મજાની તકો મળવાની બાકી છે, હું પણ બને તેટલાં વધુ પ્રયત્નો કરવા તૈયાર છું.” આ યાદીમાં સ્થાન મેળવવા બદલ અને ટોપ ૧૫માં એક માત્ર સાઉથ સ્ટાર બનવાનું શ્રેય મહેનત અને નસીબને આપ્યું હતું. આઈએમડીબીની આ યાદીમાં સૌ પહેલું નામ દીપિકા પાદુકોણનું છે, ત્યાર બાદ શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, આલિયા ભટ્ટ અને ઇરફાન ખાનનો સમાવેશ થાય છે. જ્યારે તમન્ના ભાટિયા ૧૬મા અને નયનતારા ૧૮મા સ્થાને રહી હતી. સામંથા આ સ્પર્ધાને એક હકારાત્મક બાબત ગણાવે છે અને સાથે જ તેના સહકર્મીઓને પણ મળેલી સિદ્ધિને તે વધુ સારું કામ કરવાની પ્રેરણા તરીકે લે છે. “મને લાગે છે કે માણસ તરીકે આપણને બધાંને સ્પર્ધામાં મજા આવે છે, આપણું મગજ એ રીતે જ કામ કરે છે. આપણે સતત માહિતીની સરખામણી કર્યા કરીએ છીએ. તો સ્પર્ધાત્મક હોવું એ સ્વાભાવિક છે. હું સ્પર્ધાને પ્રોત્સાહન તરીકે જાેઉં છું. હું મારા સાથી કલાકારોનાં કામમાંથી પ્રેરણા લઉં છું અને તેમની સિદ્ધિઓને મારી મહેનત અને વધું સારું કામ કરવાના માપદંડ તરીકે લઉં છું. હું સ્પર્ધાને કોઈ નકારાત્મક દૃષ્ટિકોણથી જાેતી નથી.” તાજેતરમાં જ સમંથાએ પોતાની ફિલ્મ ‘બંગારમ’ સાથે પ્રોડ્યુસર તરીકે ડેબ્યુની જાહેરાત કરી છે, જેમાં તે લીડ રોલ કરી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution