સામંથા ‘મોસ્ટ પોપ્યુલર ફિમેલ ફિલ્મ સ્ટાર ઇન ઇન્ડિયા’ બની

સામંથા રુથ પ્રભુએ આલિયા ભટ્ટ, દીપિકા પાદૂકોણ, નયનતારા અને શ્રદ્ધા કપૂરને પાછળ રાખી દીધાં છે અને તે મોસ્ટ પોપ્યુલર ફિમેલ ફિલ્મ સ્ટાર ઇન ઇન્ડિયા ગઈ છે. તાજેતરના એક સર્વે મુજબ, સામંથા પહેલા તેમજ આલિયા બીજા ક્રમે રહી છે. આ યાદીમાં દીપિકા પાદુકોણ, નયનતારા, કાજલ અગ્રવાલ, શ્રદ્ધા કપુર, ત્રિશા, કેટરિના કૈફ, રશ્મિકા મંદાના અને કિઆરા અડવાણી પણ હતા. સામંથા રુથ પ્રભુ ટૂંક સમયમાં ‘સિટાડેલઃ હની બની’માં જાેવા મળશે. આ સિટાડેલ યુનિવર્સની ઇન્ડિયન સિરીઝ છે, જેના અમેરિકન વર્ઝનમાં પ્રિયંકા ચોપ્રા એજન્ટ નાદિયા તરીકે કામ કરી રહી છે. તાજેતરમાં જ જ્યારે આ સિરીઝનું ટીઝર લોંચ થયું ત્યારે સામંથાએ તેના વરુણ ધવન સાથે કામ કરવાના અનુભવ વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું હતું,“એ સવારે ઉઠે ત્યારથી જે વિચારે છે તે માત્ર તેના કામને કેવી રીતે વધુ સારું કરે એ જ છે. તે સતત દરેક સીનમાં કઈ રીતે વધુ સારું પર્ફોર્મ કરવું એ માટે જ કામ કરે છે. તે કામ માટે તો ડેડિકેટેડ છે જ સાથે હું અત્યાર સુધીમાં જે લોકોને મળી છું તેમાં એ સૌથી સારો વ્યક્તિ છે.” આ સાથે સામંથાએ રાજ એન્ડ ડીકેની વધુ એક સિરીઝ ‘રક્ત બ્રહ્માંડ’ માટે પણ શૂટ શરૂ કરી દીધું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution