દેવગઢબારિયા
દાહોદ જિલ્લાના લીમખેડા નજીક મોટા હાથીધરા ગામે આવેલા ઐતિહાસિક હસ્તે શ્વર મહાદેવ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી નારાયણ પુરી મહારાજ ગઈકાલે બુધવારના રોજ બ્રહ્મલીન થયા હતા તેઓની આજે સવારમાં સાડા દસ વાગ્યાના સુમારે અંતિમ યાત્રા નીકળી હતી તેઓની અંતિમયાત્રામાં નગરજનો તથા અનેક સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરજનો પણ પોતાના ધંધા રોજગારો બંધ રાખીને તેઓને યાત્રામાં જાેડાયા હતા નગરમાં તેઓની અંતિમયાત્રા પરિભ્રમણ કરી ને આજે બપોરના એક કલાકના સુમારે મંદિર પરિસરમાં સમાધિ આપવામાં આવી હતી તે દરમિયાન અશ્રુભીની આંખો એ તમામ ઉપસ્થિત ભક્તજનો એ તેઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લીમખેડામાં મોટા હાથીધરા ગામે હડપ નદીના કિનારે આવેલા ઐતિહાસિક હસ્તેશ્વર મહાદેવ મંદિરના મહંત નારાયણપુરી મહારાજ નાગાબાબા ૧૧૦ વર્ષની જૈફ વયે બુધવારે ૩.૩૦ કલાકના સુમારે બ્રહ્મલીન થયા હતા. ભક્તોમાં દુઃખનો માહોલ છે.