સલમાન અને એટલી સાથે કામ કરે તેના માટે બંનેના ફૅન્સ ઘણા લાંબા સમયથી રાહ જાેતા હતાં, હવે અંતે તેઓ બંને સાથે કામ કરી રહ્યા છે, પંરતુ કદાચ એ રીતે નહીં જેની ઓડિયન્સને અપેક્ષા હતી. આ સુપરસ્ટાર અને સુપર ડિરેક્ટરની જાેડી ટૂંકા સમયના પ્રોજેક્ટ માટે એકસાથે આવી રહી છે, જે ‘બેબી જ્હોન’માં વરુણ ધવન લીડ રોલમાં હશે. આ ફિલ્મ અને સલમાનના રોલ વિશે વધુ માહિતી બહાર પાડવામાં આવી નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે સલમાન ખાનને જે રોલ આપવામાં આવ્યો છે.સલમાને હજુ આ ફિલ્મ માટે શૂટ શરૂ કર્યુ નથી પરંતુ તે વરુણ સાથે એક ગંભીર એક્શન સીક્વન્સના સીનમાં જાેવા મળે તેવી આશા છે. સલમાન ખાન તેના માટેનું શૂટ ઓગસ્ટમાં કરે તેવી ગણતરી છે પરંતુ બધું જ વરસાદની મોસમ અને વાતાવરણ પર આધાર રાખે છે. આ થલપતી વિજયની અટલીએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘ઠેરી(૨૦૧૬)’ની રિમેક છે.