દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ જૂન ૨૦૨૪માં ૩.૬૭ ટકા વધીને ૩,૪૦,૭૮૭ યુનિટ થયું


નવીદિલ્હી,તા.૨

દેશના ઘણા ભાગોમાં આકરી ગરમીને કારણે વાહનોની માંગમાં મંદી જાેવા મળી રહી છે, એવામાં દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ જૂનમાં વાર્ષિક ધોરણે ચાર ટકા વધીને ૩.૪૦ લાખ યુનિટ થયું છે.પેસેન્જર વાહનો, ટુ વ્હીલર્સ અને કોમર્શિયલ વ્હીકલ કેટેગરીમાં વેચાણનો ડેટા પણ રડાર પર રહે છે. દેશમાં ઘણી મોટી કંપનીઓ છે જે આ વાહનો બનાવે છે. દેશમાં પેસેન્જર વાહનોનું વેચાણ જૂન ૨૦૨૪માં ૩.૬૭ ટકા વધીને ૩,૪૦,૭૮૭ યુનિટ થયું છે.

એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કુલ ૩,૨૮,૭૧૦ પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. દેશના ઘણા ભાગોમાં આકરી ગરમીને કારણે વાહનોની માંગમાં મંદી જાેવા મળી રહી છે. આ સમયગાળા દરમિયાન મારુતિ સુઝુકી ઈન્ડિયાનું કુલ સ્થાનિક વેચાણ ત્રણ ટકા વધીને ૧,૩૭,૧૬૦ યુનિટ થયું છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના વાહનોનું સ્થાનિક વેચાણ ૫૦,૧૦૩ યુનિટ રહ્યું છે. જાેકે, ટાટા મોટર્સના પેસેન્જર વાહનોનું વેચાણ ૮ ટકા ઘટીને ૪૩,૬૨૪ યુનિટ થયું છે. 

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયા (સ્જીૈં) એ જણાવ્યું હતું કે ગયા મહિને તેનું કુલ સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ ત્રણ ટકા વધીને ૧,૩૭,૧૬૦ યુનિટ થયું છે. એક વર્ષ અગાઉ આ જ મહિનામાં ૧,૩૩,૦૨૭ યુનિટ્‌સનું વેચાણ થયું હતું.

ટાટા મોટર્સે જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં ઇલેક્ટ્રિક વાહનો સહિત પેસેન્જર વાહનોનું વેચાણ જૂનમાં આઠ ટકા ઘટીને ૪૩,૬૨૪ યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં ૪૭,૩૫૯ યુનિટ હતું. ટાટા મોટર્સના પેસેન્જર વાહન ઉદ્યોગમાં મે અને જૂનમાં રિટેલ રજિસ્ટ્રેશનમાં ઘટાડો જાેવા મળ્યો હતો, વેચાણમાં આ અસર સામાન્ય ચૂંટણીઓ સિવાય દેશના મોટા ભાગોમાં ભારે ગરમીને કારણે થઈ હતી.'

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં તેના પેસેન્જર વાહનોનું વેચાણ ૨૩ ટકા વધીને ૪૦,૦૨૨ યુનિટ થયું હતું જે ગયા વર્ષે જૂનમાં ૩૨,૫૮૮ યુનિટ હતું. ઓડી ઈન્ડિયાએ કહ્યું કે આ વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેમનું વેચાણ છ ટકા ઘટીને ૧,૪૩૧ યુનિટ થયું હતું, જે એક વર્ષ પહેલા આ ક્વાટરમાં ૧,૫૨૪ યુનિટ નું વેચાણ થયું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution