૭ મહિનામાં ઇલેક્ટ્રિક વાહનો વેચાણ ૧૦ લાખના આંકડાને પાર



સરકારની ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમને વેગ મળ્યો છે. યોજનાના સુધારેલા લક્ષ્યાંકના ૬૦ ટકા ૧૫ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ ગયા છે. આ યોજના હેઠળ ૫,૬૦,૦૦૦ વાહનોને સહાય આપવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેમાંથી ૩,૩૪,૨૬૦ વાહનોને સહાય પૂરી પાડવામાં આવી છે. ધીમી શરૂઆત પછી આ નોંધપાત્ર પ્રગતિ છે. આ પ્રોજેક્ટ ૧ એપ્રિલના રોજ શરૂ થયો હતો અને ૧૫ જુલાઇ સુધીમાં લક્ષ્યાંકના ૧૦ ટકાથી પણ ઓછો પ્રાપ્ત થયો હતો. સરકારી સૂત્રોએ આ માટે નવા પ્રવેશકારો અને હાલની કંપનીઓ દ્વારા નવા મોડલની રજૂઆતને કારણભૂત ગણાવ્યું છે, જેના કારણે વિતરણમાં વધારો થયો છે.આજે, સ્કીમ હેઠળ ૩૧ ર્ંઈસ્ નોંધાયેલા છે, જે ૧૬૮ મોડલ ઓફર કરે છે. ચાલુ પ્રક્રિયા શરૂઆતમાં ધીમી હતી, પરંતુ મજબૂત હતી, કારણ કે અમે કડક પાત્રતા ધોરણો લાગુ કર્યા છે. ગયા મહિને કરાયેલો ફેરફાર નોંધપાત્ર હતો કારણ કે સુધારેલા લક્ષ્યના ૬૦ ટકા હાંસલ કરવામાં આવ્યા છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે સપ્ટેમ્બરના અંત સુધી પ્રમોશન સ્કીમની મુદત ૨ મહિના લંબાવી છે, જે શરૂઆતમાં ૩૧ જુલાઈના રોજ સમાપ્ત થવાની હતી. યોજના હેઠળનો લક્ષ્યાંક ૩,૭૨,૨૧૫ એકમોથી વધારીને ૫,૬૦,૦૦૦ યુનિટ કરવામાં આવ્યો હતો, જેના માટે કુલ નાણાકીય ફાળવણી રૂ. ૫૦૦ કરોડથી વધારીને રૂ. ૭૭૮ કરોડ કરવામાં આવી છે. ૭૭૮ કરોડની ફાળવેલ રકમમાંથી, દાવાની રકમના ૨૭ ટકા (રૂ. ૨૧૪ કરોડ) ચૂકવવામાં આવ્યા છે. જાે અગાઉની ફાળવણી સાથે સરખામણી કરવામાં આવે તો, રકમનો ઉપયોગ ૪૨ ટકાથી વધુ છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના વાહન ડેટા અનુસાર, જુલાઈ મહિનામાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ પાછલા મહિનાની તુલનામાં લગભગ ૨૮ ટકા વધ્યું છે અને ચાલુ નાણાકીય વર્ષમાં એક મહિનામાં સૌથી વધુ વેચાણ હતું. જાે આપણે કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના આંકડાઓ પર નજર કરીએ તો, પ્રથમ ૭ મહિનામાં ઇલેક્ટ્રિક વાહનો વેચાણ ૧૦ લાખના આંકડાને પાર કરી ગયું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution