શહેરા નગરમાં નિયમિત પાણી નહીં મળતા નગરજનો મુશ્કેલીમાં


શહેરા,તા.૨૧

 શહેરા નગરમાં નિયમિત પાણી નહીં મળતા નગરજનો મુશ્કેલીમાં મુકાયા હતા. નગરના દેસાઈવાડા,હોળી ચકલા વિસ્તાર,લીમડી ચોક, લખારા સોસાયટી, ગજનવી મસ્જિદ પાછળ, લુહાર ફળીયુ સહિતના અનેક વિસ્તારમાં ત્રણ કે ચાર દિવસે પાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી મળતા મહિલાઓનો આક્રોશ પાલિકા સામે જાેવા મળી રહ્યો હતો. જાેકે પાલિકા ના ઇન્ચાર્જ ચીફ ઓફિસર નરેશ મુનિયા એ પાણીની સમસ્યા હોવા છતાં નગર વિસ્તારની મુલાકાત લેવાનું પણ ન વિચારતા નગરજનોમાં છુપો આક્રોશ આ સામે જાેવા મળે તો નવાઈ નહી. જાેકે નગર વિસ્તારમાં પાણીની સમસ્યા હલ નહીં થાય તો આવનારા દિવસોમાં પાલિકા ખાતે મોટી સંખ્યામાં લોકો રજૂઆત માટે જનાર હોવા સાથે પાણી સમસ્યાને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી શકે તો નવાઈ નહી..

શહેરા નગરમાં ભર ઉનાળે પીવાનું પાણી નિયમિત નથી મળી રહ્યું એવા સમયે નગર પાલિકા દ્વારા આપવામાં આવતુ પાણી ત્રણ કે ચાર દિવસે મળી રહ્યું હોવાનું નગરજનો જણાવી રહ્યા હતા. નગરના દેસાઈવાડા લુહાર ફળીયુ,હોળી ચકલા વિસ્તાર,લીમડી ચોક, લખારા સોસાયટી, ગજનવી મસ્જિદ પાછળ સહિતના અનેક વિસ્તારમાં ત્રણ કે ચાર દિવસે પીવાનું પાણી મળતું હોવા સાથે એ પણ જરૂરિયાત મુજબ નહીં મળતા નગર જનો મુશ્કેલીમાં મુકાયા હતા. જાેકે અમુક વિસ્તારમાં નળમાં આવતું પાણી ચોખ્ખુ નહી આવતુ હોવાથી અમુક લોકોએ તો ના છૂટકે ઠંડા પાણીના જંગ વેચાતા મંગાવા પડી રહયા છે.પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર નરેશ મુનિયા તેમજ મહિલા પાલિકા પ્રમુખ પણ નગરના અમુક વિસ્તારમાં પીવાના પાણીની તેમજ અન્ય સમસ્યાઓ હોવા છતાં નગર ના વિવિધ વિસ્તારની મુલાકાત લેવા માટે પણ વિચારતા ન હોય જેના કારણે છૂપો આક્રોશ આ સામે નગરજનો જાેવા મળે તો નવાઈ નહીં.જાેકે નગરના ઘણા બધા વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા હોય અને નગરજનોને નળની જગ્યાએ હેડ પંપ ખાતે પાણી ભરવા જવાની નોબત આવી હોય તેમ છતાં પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર નરેશ મુનિયા આ બાબતને કોઈ જ ગંભીરતાથી ન લીધી હોય એમ પાણી અમુક વિસ્તારમાં પહોંચ્યું છે અને જે વિસ્તાર બાકી છે તે વિસ્તારમાં બીજા દિવસે અમે પહોંચાડી દેશું એવો જવાબ આપતા હોય ત્યારે ખરેખર નગર વિસ્તારની જે પાણીની સમસ્યા દિન પ્રતિ દિન વધતી જતી હોય ત્યારે તેઓએ આ બાબતને ગંભીરતાથી લઈને નગરના અનેક વિસ્તારોની મુલાકાત લેવા માટે વિચારવું જાેઈએ એની જગ્યાએ તેઓ પાલિકા કચેરી ખાતે આવીને તેઓ જતા રહેતા હોય છે. પાલિકા ખાતે ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રૂબરૂ મળવા માટે અમુક નગરજનો આવતા હોય ત્યારે તેઓ નહી હોવાથી હોય હાજર સ્ટાફને પૂછવું પડતું હોવા સાથે પરત જવું પડતું હોય છે.જાેકે તેમની ઓફિસની બહાર ચીફ ઓફિસર ક્યારે મળશે અને કયા વારના રોજ મળશે તેવું લખાણ લખવામાં આવે તે પણ હાલની પરિસ્થિતિને જાેતા જરૂરી લાગી રહયુ છે. જ્યારે નગરજનોને ચૂંટણી ટાણે નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી સહિતની વધુ સુવિધાઓ આપવાની વાતો કરતા નગરજનો એ મત આપ્યા બાદ જ્યારે હાલ ખરેખર પાણી સહિતની અનેક મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ કે પછી વોર્ડ સભ્યો પણ દેખાતા નથી. નગરના અમુક વિસ્તારમાં પાણી, રસ્તા સહિતની અનેક સમસ્યાઓ દિન પ્રતિ દિન વધતી જતી હોય તેમ છતાં એ વિસ્તારની સમસ્યા નો અંત લાવવામાં પાલિકા ના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ નિષ્ફળ નિવડી રહ્યા હોય એવી અનેક ચર્ચાઓ નગરજનોમાં થઈ રહી હતી. એક તરફ જાેવા જઈએ તો ભર ઉનાળે પાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી નગરજનોને જરૂરિયાત મુજબનું મળતું નથી અને બીજી તરફ ૪૩ ડિગ્રી તાપમાનમાં પણ મહિલાઓ હેડ પંપ ખાતે પાણી ભરવા જતા હોય ત્યારે પાણી પુરવઠાની અનેક યોજનાઓ કેટલી સાર્થક છે તે અહીંની પરિસ્થિતિ પરથી જ ખબર પડી જાય છે...


-----------------------------------------------------------

સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન

 શહેરા નગરપાલિકા વિસ્તારમાં કેટલાક સમયથી પાણીના ધાંધિયા જે થઈ રહ્યા છે લગભગ પાંચ દિવસ થયા પાણી આવે અને ભર ઉનાળે પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. અને ઘણીવાર એમ કહે છે મોટર બળી ગઈ અને કોઈ વખત કહે છે આગળથી બંધ છે. નગરપાલિકા જ્યારે વેરો ઉઘરાવે છે નગરજનોની જે પ્રાથમિક સુવિધા છે પાણી અત્યારે ઉનાળામાં લોકોને પાણી માટે તકલીફ વેઠી રહ્યા છે. બીજી અન્ય નગરપાલિકામા દરરોજ પાણી મળતું હોય ત્યારે આ નગરપાલિકામાં નિયમિત પાણી આપતા નથી.જાે પાણી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને પાલિકા ખાતે મોટી સંખ્યામાં લોકો રજૂઆત માટે જઈશું...

------------------------------------------------------------------

ઇન્ચાર્જ ચીફ ઓફિસર ક્યારે મળશે એ તો નક્કી નહીં

શહેરા પાલિકાના અમુક વિસ્તારમાં પાણીના પોકાર ઉઠી રહ્યા હોય ત્યારે પાલિકા ખાતે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ક્યારે મળશે એ તો નક્કી નહીં પરંતુ તેઓના જણાવ્યા અનુસાર અઠવાડિયાના બે દિવસ કચેરી ખાતે હું આવું છુ, પાલિકા કચેરી ખાતે ઇન્ચાર્જ ચીફ ઓફિસરને કામ અર્થે આવતા લોકો રૂબરૂ મળવા માટે આવતા હોય પરંતુ કચેરી ખાતે નહી હોવાથી તેઓને પરત જવાનો વાળો આવતો હોય છે. જેથી પાલિકા કચેરી ખાતે ઇન્ચાર્જ ચીફ ઓફિસર કયા દિવસે મળશે તે અંગેનું લખાણ મૂકવામાં આવે એવી આશા જાગૃત નગરજનો રાખી રહ્યા હતા...

----------------------------------------------------------

નગરજનોના વધતા જતા પ્રશ્નોનું વહેલી તકે સુખદ નિકાલ આવે

 શહેરા નગરપાલિકા વિસ્તારમાં વધતી જતી પાણી સહિતની અન્ય સમસ્યા ને લઈને નગરજનો હેરાન પરેશાન હોવાથી આગામી દિવસોમાં જિલ્લા કલેકટરને જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ હતું.ત્યારે જિલ્લા કલેકટર દ્વારા આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લેવામાં આવે અને નગરજનો ના વધતા જતા પ્રશ્નોનું વહેલી તકે સુખદ નિકાલ આવે એ માટેની કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી બન્યુ છે.

-----------------------------------------------------------

 નિયમિત પાણી મળે તે માટે પાલિકા સહિતના તંત્ર ક્યારે વિચારશે

શહેરા નગરના અમુક વિસ્તારમા ભર ઉનાળે પાણી ની સમસ્યા જાેવા મળી રહી છે. જેને લઈને અમુક નગરજનો મિનરલ વોટરના જગ મંગાવતા હોય છે જ્યારે જિલ્લામા આવેલ બીજી નગર પાલિકા મા પાણી નિયમિત મળતુ હોય છે ત્યારે આ પાલિકા વિસ્તારના નગરજનોને નિયમિત પાણી મળે તે માટે પાલિકા સહિત નુ તંત્ર ક્યારે વિચારશે ખરા ? નગરજનોને પાણી સમસ્યા માંથી છુટકારો મળે તે માટે રાજ્ય સરકારી વિવિધ ગ્રાન્ટો આવતી હોય ત્યારે પાલિકા દ્વારા આને લગતી આવેલી ગ્રાન્ટનો ખરેખર ઉપયોગ થયો છે કે નહીં? પાલિકામાં આવતી ગ્રાન્ટોની સંબંધિત તંત્રનો ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તે પણ જરૂરી લાગી રહ્યું છે..

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution