રાજકોટમાં હરિભક્ત સામે સગર સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું

રાજકોટ મુંબઈના ઘાટકોપરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક કાર્યક્રમમાં એક હરિભક્ત દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ સગર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હરિભક્તે આપેલા નિવેદનમાં તેઓ બોલે છે કે, ‘મહાકુંભમાં પવિત્ર ગંગા નદીના પ્રવાહને પવિત્રતા આપનારા સ્વામિનારાયણ સંત પ્રબોધ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે’. વિવાદીત નિવેદનને લઈ આજે રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રભવ જાેશીની ગેરહાજરીમાં અધિક કલેક્ટર એ.કે. ગૌતમને સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવ્યો હતો. ગંગામૈયાને ધરતી પર લાવનાર સગર સમાજના પૂર્વજ મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદા હોવાનું જણાવી હરિભક્ત સગર સમાજની માફી માગે તેવી માગ કરવામાં આવી છે. રાજકોટના સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના ચેરમેન આણંદ કરથીયા સહિતના દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, પવિત્ર ગંગામૈયાને ધરતી પર લાવનાર સગર સમાજના પૂર્વજ મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદાની હજારો વર્ષની તપસ્યા બાદ લોક કલ્યાણ અર્થે લાવ્યા છે અને સમગ્ર લોક કલ્યાણ જાતિ માતા ગંગા મૈયાના શરણે આવી પવિત્ર બની રહ્યા છે એવી માન્યતા છે. ત્યારે આ વીડિયોમાં ગંગાજીને પવિત્રતા અપાવનાર પ્રબોધ સ્વામી સંતને બતાવે છે. જે તદ્દન ખોટી વાત છે અને બફાટ છે. કારણ કે ગંગાજીને પૃથ્વી ઉપર લાવી પવિત્રતા લાવનાર સગર વંશજ રાજા ભગીરથ છે. જેનો રામાયણ, મહાભારત અને રામચરિત માનસમાં ઉલ્લેખ છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના આ હરિભક્તના એક વાઇરલ વીડિયોમાં શું બફાટ કરી રહ્યો છે તે કંઈ સમજાતું નથી, અમારા સગર સમાજને આ વાઇરલ વીડિયોમાં બફાટ કરતા સ્વામીનારાયણ સંપ્રદાયના હરી પ્રબોધ ગ્રુપના ભક્તની વાણીથી ખુબ દુ:ખ થયું છે અને અમારા સગર સમાજને કોઈ સંપ્રદાય સાથે કોઈ વાંધો નથી પરંતુ અમારા સગર સમાજને આ બફાટ કરનાર એકમાત્ર પ્રબોધ ગ્રુપના હરિભક્ત સામે વાંધો છે તે વ્યકિત જે બફાટ કરે છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જ જાેઈએ. જલદ આંદોલન પર ઉતરવાની ચીમકી સાથે જણાવામાં આવ્યુ છે કે, અમે આ બાબતે માફી ચલાવી લેશું નહીં અને આ નફ્ફટ પ્રબોધ ગ્રુપના ભક્તે વીડિયોમાં જે જણાવે છે ત્યારે તેમને શું ખબર નથી કે તે પણ ગંગામૈયાના શરણે જાય ત્યારે પવિત્ર બને છે અને અમારા ગંગામૈયા વિશે જાે કોઈપણ બફાટ કરશે તો અમારો સગર સમાજ કયારેય સાંખી લેશે નહીં. આવા બફાટ કરનાર વ્યકિત પર કડકમાં કડક કાર્યવાહી થવી જ જાેઇએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution