સચિન ખિલારી ૦.૦૬ મીટરથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો : સિલ્વરથી સંતોષ માણવો પડ્યો


પેરિસ:ભારતે બુધવારે પુરુષોની એફ૪૬ શોટ પુટ ઈવેન્ટમાં મેડલનું ખાતું ખોલ્યું હતું. સચિન સર્જેરાવ ખિલાડીએ ૧૬.૩૨ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. સચિન માત્ર ૦.૦૬ મીટરથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો.સચિને બીજા પ્રયાસમાં જ ૧૬.૩૨ મીટર ફેંક્યો હતો. કેનેડાના ગ્રેગ સ્ટુઅર્ટે ૧૬.૩૮ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. શોટ પુટ ફાઇનલમાં સચિનનો પ્રથમ પ્રયાસ ૧૪.૭૨ મીટર, બીજાે પ્રયાસ ૧૬.૩૨ મીટર, ત્રીજાે પ્રયાસ ૧૬.૧૫ મીટર, ચોથો પ્રયાસ ૧૬.૩૧ મીટર, પાંચમો પ્રયાસ હતો. મીટર અને છઠ્ઠો ( છેલ્લો પ્રયાસ ૧૫.૯૫ મીટર હતો. તેણે ૧૬.૩૨ મીટરના થ્રો સાથે એરિયા રેકોર્ડ પણ બનાવ્યો હતો. પેરિસ પેરાલિમ્પિક્સ ૨૦૨૪માં ભારતનો આ ૨૧મો મેડલ હતો. સચિને ૨૦૨૩ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની શોટ પુટ એફ૪૬ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution