ઉપવાસની અનેક વાનગીઓમાં સાબુદાણાની ખીચડી એક આદર્શ વાનગી 

ઉપવાસની અનેક વાનગીઓમાં સાબુદાણાની ખીચડી એક આદર્શ વાનગી ગણાય છે. છતાં પણ કુટુંબમાં જે લોકો ઉપવાસ નથી કરતાં તે લોકો જ પ્રથમ આ ખાચડીને સમાપ્ત કરી નાખશે, એવી સ્વાદિષ્ટ અને મજેદાર બને છે આ ખીચડી. સાબુદાણાની ચવળ બનાવટ અને સ્ટાર્ચી સ્વાદ, હલ્કો ભૂક્કો કરેલી મગફળીનો સ્વાદ સાથે સરસ સંયોજન બનાવે છે અને લીંબુનો રસ મેળવવાથી તેના સ્વાદમાં સમતુલા જળવાઇ રહેવાથી આ ખીચડી લોકોને ગમી જાય એવી બને છે.

સામગી ઃ

૧ કપ સાબુદાણા (ધોઇને નીતારી લીધેલા ,૨ ટેબલસ્પૂન તેલ ,૧ ટીસ્પૂન જીરૂ ૩/૪ કપ બાફીને છોલેલા બટાટાના ટુકડા ,મીઠું અથવા સિંધવ સિંધવ મીઠું , સ્વાદાનુસાર ,૧/૨ કપ શેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી ,૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર ,૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં ,૫ to ૬ કડીપત્તા ,૨ ટીસ્પૂન લીંબુનો રસ ,૨ ટીસ્પૂન સાકર .

બનાવાની રીતઃ

 એક ઊંડા બાઉલમાં સાબુદાણા સાથે ૩/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી સાબુદાણાને ૨ કલાક બાજુ પર રાખો. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.  જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં બટાટા, સાબુદાણા, મીઠું, મગફળી, કોથમીર, લીલા મરચાં, કડીપત્તા, લીંબુનો રસ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો. ગરમ-ગરમ પીરસો. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution