\
નવી દિલ્હી
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે ચીન પહોંચ્યા હતા. તેઓ ચીનની બે દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. આખી દુનિયાની નજર પુતિનની જિનપિંગ સાથેની મુલાકાત પર છે.પુતિને તાજેતરમાં જ પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ આ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ છે. પરંતુ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ પુતિનનો તેમની પ્રથમ મુલાકાત માટે ચીનને પસંદ કરવાનો ર્નિણય ચર્ચામાં રહે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિને આ મુલાકાત દ્વારા વિશ્વને પોતાની પ્રાથમિકતાઓને લઈને સંદેશ આપ્યો છે. પુતિને કહ્યું છે કે શી જિનપિંગ સાથે તેમના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં, ચીન અને રશિયાએ ફેબ્રુઆરી ૨૦૨૨માં ‘નો લિમિટ’ ભાગીદારીની જાહેરાત કરી હતી.ચીન પહોંચ્યા બાદ પુતિને શી જિનપિંગની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે જિનપિંગે રાષ્ટ્રીય હિત અને પરસ્પર વિશ્વાસના આધારે રશિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના કારણે જ મેં રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ફરી એકવાર ચીનની મુલાકાત લેવાનું નક્કી કર્યું.તેમણે કહ્યું કે અમે ઉદ્યોગ, ઉચ્ચ ટેકનોલોજી, અવકાશ, પરમાણુ ઉર્જા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઈનોવેટિવ ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો પ્રયાસ કરીશું.પુતિનની આ મુલાકાત રશિયા અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠ પર થઈ રહી છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન સામે યુદ્ધ શરૂ થવાના થોડા અઠવાડિયા પહેલા પુતિન જ્યારે ચીન ગયા હતા