રશિયન કલાકારને યુક્રેનની સેનાને ૩૦ ડોલર આપવાના બદલામાં ૯ વર્ષની જેલ


મોસ્કો:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ લાંબા સમયથી ચાલુ છે. રશિયા કોઈપણ કિંમતે તેની આક્રમકતા રોકવા તૈયાર નથી. વ્લાદિમીર પુતિનના આ વલણનો વિશ્વના ઘણા દેશોએ વિરોધ કર્યો છે. રશિયાના ઘણા નાગરિકોએ પણ તેમની સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. પરંતુ પુતિનનું વહીવટીતંત્ર તેમના અવાજાેને એટલી જ ઝડપથી દબાવી દે છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં રશિયામાં ૨૧ વર્ષની એક કલાકારને ૯ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેની પાછળનું કારણ એ છે કે તેણે યૂક્રેનની સેનાને ૩૦ ડોલર એટલે કે લગભગ ૨૫૦૦ રૂપિયા દાનમાં આપ્યા હતા. ૨૮મી જૂને બંધ બારણે યોજાયેલી સુનાવણીમાં તેને આ સજા સંભળાવવામાં આવી હતી. ગુપ્ત રીતે હાથ ધરવામાં આવેલી આ સુનાવણી અંગે કોર્ટ દ્વારા કોઈ માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી. જાેકે, કોર્ટની પ્રેસ સર્વિસે આ વાતની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર, તાત્યાના પર શરૂઆતમાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ, યુક્રેન પર રશિયાના હુમલાના પ્રથમ દિવસે, યુક્રેનિયન ફંડમાં ઇં ૧૦ મોકલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી તપાસમાં જાણવા મળ્યું કે એપ્રિલ ૨૦૨૨માં તેણે ફરીથી ૨૦ ડોલર મોકલ્યા હતા. તાત્યાનાની ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. રશિયાના સ્વતંત્ર મીડિયા આઉટલેટ મીડિયાઝોના અનુસાર, આ છોકરીનું નામ તાત્યાના લલેટીના છે. ૨૮ જૂનના રોજ બંધ દરવાજા પાછળ યોજાયેલી સુનાવણીમાં તેને આ સજા સંભળાવવામાં આવી હતી. ગુપ્ત રીતે હાથ ધરવામાં આવેલી આ સુનાવણી અંગે કોર્ટ દ્વારા કોઈ માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી. જાેકે, કોર્ટની પ્રેસ સર્વિસે આ વાતની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર, તાત્યાના પર શરૂઆતમાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ, યુક્રેન પર રશિયાના હુમલાના પ્રથમ દિવસે, યુક્રેનિયન ફંડમાં ઇં૧૦ મોકલવાનો આરોપ હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution