દિલ્હી-
ભારત પાસે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ છે.જે દુનિયાની સૌથી ખતરનાક ક્રુઝ મિસાઈલ્સ પૈકીની એક ગણાય છે.જાેકે હવે રશિયાએ મધ્ય એશિયામાં અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ચાલી રહેલા તનાવની વચ્ચે દુનિયાની સૌથી ઘાતક ક્રુઝ મિસાઈલ જિરકોનનુ સફળ પરિક્ષણ કર્યુ છે.
આ ક્રુઝ મિસાઈલ અવાજ કરતા આઠ ગણી ઝડપ હાંસલ કરી શકે છે.મિસાઈલે પરિક્ષણ દરમિયાન 450 કિલોમીટરના અંતરે આવેલા લક્ષ્યાંકને માત્ર 4.5 મિનિટમાં જ ફૂંકી માર્યુ હતુ.દુનિયામાં આટલી ઝડપ ધરાવતી બીજી કોઈ ક્રુઝ મિસાઈલ હજી બની નથી.રશિયાએ હવે આ મિસાઈલને સેનામાં સામેલ કરવા માટે કાર્યવાહી પણ શરુ કરી દીધી છે.ભારતની બ્રહ્મોસ મિસાઈલ પણ જિરકોન પર જ આધારીત છે.
જિરકોનની ઝડપ એટલી છે કે દુનિયાની કોઈ રડાર સિસ્ટમ તેને ટ્રેક કરીને ટાર્ગેટ કરી શકે તેમ નથી.આ માટે માત્ર રશિયાની પોતાની એસ-500 એર ડિફેન્સ સિસ્ટમ જ સક્ષમ છે.