રશિયાએ ભારત સહિત 4 દેશોની ઉડાન પર લગાવેલો પ્રતિબંધ હટાવ્યો

મોસ્કો-

રશિયાએ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે કેટલાંક દેશોનો હવાઈ ઉડાન એટલેકે, વિમાન સેવા પર રોક લગાવી દીધી હતી. જાેકે, હવે રશિયન સરકારે આ પ્રતિબંધ હટાવી લેવાનો ર્નિણય લીધો છે. રશિયન સરકારે આ સંદર્ભમાં જણાવ્યુંછેકે, ભારત, ફિનલેન્ડ, વિયેતનામ અને કતરની ફ્લાઈટો આગામી 27 જાન્યુઆરીથી ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. તેના માટે કોવિડની તમામ ગાઈડલાઈનનું પાલન આવશ્યક રહેશે. કોરોના વાયરસ હેડક્વાર્ટરમાં શનિવારે રશિયા સરકારની એક મહત્ત્વપૂર્ણ મીટિંગ યોજાઈ.

ત્યાર બાદ રશિયન સરકારના અધિકારીઓએ ઉડાન પર લગાવેલાં પ્રતિબંધને હટાવવાનો ર્નિણય લીધો. એક લાખની જનસંખ્યા સામે 40થી ઓછા કેસો સામે આવતા હોવાનું તારણ ભારત અને અન્ય દેશોના ડેટા પરથી સામે આવ્યું. ત્યાર બાદ રશિયાએ ફરી ભારત, ફિનલેન્ડ અને કતરની ફ્લાઈટ શરૂ કરવાની મંજૂરી આપી. કોરોના વાયરસના સંક્રમણ સામેની નિર્ણાયક લડાઈમાં ભારતે 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ મહાઅભિયાન અંતર્ગત પહેલાં દિવસે જ 1,91,181 લોકોને વેક્સીન લગાવવામાં આવી.

સ્વાસ્થ્ય મંત્રાલયએ આપેલાં આંકડાઓ મુજબ ભારતમાં બ્રિટનથી શરૂ થયેલાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી અત્યાર સુધીમાં 114 લોકો સંક્રમિત થયા છે. એનાથી એ વાત તો સ્પષ્ટ છેકે, બહારથી આવતા યાત્રીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બહારથી આવતા યાત્રીઓ પર ખાસ વોચ રાખવા માટે ભારત સરકાર તરફથી વિવિધ રાજ્યોને પણ સતત સુચનાઓ આપવામાં આવી રહી છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution