17, એપ્રીલ 2025
વડોદરા |
સોનાના ભાવો ઘટાવની વાતો વચ્ચે સોનુ વેચવા માટે ભારે ઈન્કવાયરી
સોનામાં વાર્ષિક અંદાજે ટકા રિટર્ન, આ વર્ષે સોનાનો ભાવ 18,000 કરતા વધુ ચઢ્યો
હાલમાં સોનાના ભાવોને લઈને ઘણી વાતો આવી રહી છે. કેટલાક તજજ્ઞો બનીને કહી રહ્યા છે કે સોનાના ભાવ 55,000 થઇ જશે અને તેના કારણે હાલમાં લોકોએ સોનુ વેચવા માટેની ઈન્કવાયરી વધારી દીધી છે. રોજેરોજ સોનાના વેચાણ માટે અને સોનાના ભાવ માટે પુછપરછ થઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે જવેલર્સનું માનવું છે કે આ માત્ર અફવા જ છે.
દેશમાં હાલ સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે. 2025ના વર્ષમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો છે અને હાલના દિવસોમાં ભાવે સર્વોચ્ચ સપાટી સ્પર્શી છે. પરંતુ હવે બજારમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થઈ શકે છે. આવા અહેવાલોના પગલે સુરતમાં કેટલાક લોકોએ પોતાનું સોનું વેચવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને જ્વેલર્સ સાથે ઇન્કવાયરી પણ કરી છે. કેટલાક લોકોનું માનવું છે કે સોનું હવે પ્રતિ 10 ગ્રામ 55 હજારથી 60 હજાર રૂપિયા સુધી નીચે આવી શકે છે. બજારમાં ચાલતી અફવાઓ વચ્ચે જ્વેલર્સનું કહેવું છે કે આવી વાતો માત્ર અફવા છે. તેઓ ગ્રાહકોને સમજાવી રહ્યા છે કે ભાવમાં ઘટાડો થઈ શકે છે પણ એ ઘટાડો ટૂંકાગાળાનું 'કરેક્શન' હોઈ શકે છે. લાંબા ગાળે સોનાનું મૂલ્ય ફરી વધી શકે છે. જ્વેલર્સના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજાર, વૈશ્વિક રાજકીય સ્થિતિ અને માંગ-પુરવઠા પર આધાર રાખી ભાવ ઉપર-નીચે થતા હોય છે. પણ 50% સુધી ભાવ ઘટી જશે એવી વાતોને કોઈ આધાર નથી.તેથી ગ્રાહકોને સલાહ આપવામાં આવી રહી છે કે ભવિષ્યની જરૂરિયાતો અને રોકાણના દ્રષ્ટિકોણથી સોનાની લેવડદેવડ કરે. બજારમાં ફરતી અફવાઓ પર વિશેષ વિશ્વાસ ન રાખવો.સોનાના ભાવમાં થોડું ડાઉન આવી શકે છે, પરંતુ એકદમથી નીચે નહીં આવે. સોનું દર વર્ષે આશરે 12% રીટર્ન આપતું હોય છે. ક્યારે પણ મંદી આવી જશે અને સોનાનો ભાવ તૂટી જશે. આ પ્રકારના વિચારો પર ધ્યાન આપવું જોઈએ નહીં. ભાવ વધવાના માહોલ વચ્ચે લોકો પોતાનું સોનું વેચવા માટે અને ઇન્કવાયરી માટે આવે છે.