ગાંધીનગર,
અમદાવાદ બાદ કોરોનાનું હોટસ્પોટ બનેલા સુરતમાં દિવસેને દિવસે નવા કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. જેને પગલે શનિવારે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશનર, અધિકારી, ધારાસભ્યો અને સરકારી હોસ્પીટલના અધિકારી-ડોક્ટરો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેને એક પત્રકારે પૂછ્યું કે, પોઝિટિવ આંકડાની વાત કરીએ તો ગઈકાલે જિલ્લામાં ૫૮ કેસ આવ્યા હતા. પરંતુ જયંતિ રવિ મેડમે ૧૪ બતાવ્યા કેમ આમ?.જેના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, મને ખબર નથી. મુખ્યમંત્રીના આ જવાબને લઈ આજે ટ્વીટર પર ઈંમને_ખબર_નથી ટ્રેÂન્ડગ થઈ રહ્યું છે.