રૂપાણી સરકારના 4 વર્ષ પુર્ણ: જાહેર કરી નવી ઔધોગિક નીતિ, જાણો વિગતવાર

ગાંધીનગર-

રાજ્ય સરકારે નવી ઉદ્યોગ નીતિની જાહેરાત આજે કરી છે. વિવિધ સબસિડી અને કેપિટલ ઇન્સેંતિવ સાથે આ નીતિના કારણે સરકાર ઉપર વર્ષે રૂ ૮૦૦૦ કરોડનો બોજ પડશે. સૌથી મોટી રાહત એવી છે કે ઉદ્યોગોને જમીન ખરીવાના બદલે લાંબાગાળા માટે લીઝ ઉપર આપવામાં આવશે જેમાં ઉદ્યોગોએ લીઝ માટે જમીનની કિંમત ના ૬ટકા લેખે રેન્ટ સરકારને આપવાનું રહેશે.

રાજ્યની હાલની ઉદ્યોગ નીતિ 31મી ડિસેમ્બર 2019માં પૂર્ણ થઇ છે પરંતુ નવી નીતિ ન બને ત્યાં સુધી જૂની નીતિના લાભોને ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ,આજે રૂપાણી સરકારની ચોથી વર્ષગાંઠે આ નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 બહાર પાડવામાં આવી છે. નવી પોલિસીનો સમયગાળો 2020 થી 2025 સુધીનો રહેશે જેમાં ત્રણ વાયબ્રન્ટ સમિટ આવી શકે છે.

આજે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધીને ગુજરાત ઔધોગિત નીતિ-2020ની જાહેરાત કરી છે. તેમણે ગુજરાતમાં નવું રોકાણ કરવા માંગતા ઉદ્યોગકારો માટે અનેક મહત્વની જોગવાઈ કરી છે.

સરકારે એમએસએમઇને પાત્ર ધિરાણની રકમના 25 ટકા સુધીની અને મહત્તમ 35 લાખ રૂપિયા સુધીની કેપિટલ સબસીડીની જાહેરાત કરી છે. સાથે જ એમએસએમઇને 7 વર્ષ માટે 7 ટકા સુધીની વ્યાજ સબસીડી મળશે. બીજી તરફ રાજ્યમાં સરકારે નવા ઉદ્યોગોને જમીન લીઝ પર આપવાનો નિર્ણય પણ કર્યો છે. નવા ઉદ્યોગોએ બજાર કિંમતના 6 ટકા લીઝ ચૂકવવાની રહેશે.આ પોલિસીમાં અન્ય રાજ્યો તેમજ વિદેશના ઉદ્યોગકારો માટે લાલ જાજમ બિછાવવામાં આવી છે. રૂપાણીએ કહ્યું કે, 2019માં પ્રપોઝ કરેલા ઇન્વેસ્ટમેન્ટમાં 48 ટકાનો વધારો થયો છે. નવી પોલિસીનો સમયગાળો 2020થી 2025 સુધીનો રહેશે જેમાં ત્રણ વાયબ્રન્ટ સમિટ આવી શકે તેમ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution