નવી દિલ્હી :રોશની નાદર એચસીએલ ટેક્નોલોજીના સ્થાપક શિવ નાદરની પુત્રી છે. જે રાતોરાત માત્ર ભારતની જ નહીં પણ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ બની ગયાં છે. તેણે આ સિદ્ધિ તેના પિતાના કારણે મેળવી છે. એચસીએલ ગ્રૂપના સ્થાપક શિવ નાદારે હાલમાં કંપનીમાં ૪૭% હિસ્સો તેમની પુત્રી રોશની નાદાર મલ્હોત્રાને ટ્રાન્સફર કર્યો છે. ‘બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ‘ અનુસાર, રોશની હવે ૩.૧૩ લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ત્રીજા સૌથી ધનિક ભારતીય મહિલા બની ગઈ છે. તેમના કરતાં વધુ સંપત્તિ ફક્ત મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પાસે જ છે. રોશની પહેલાં, તેના પિતા શિવ નાદર ભારતના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમના નેતૃત્વ હેઠળની એચસીએલ ટેક્નોલોજી દેશની ત્રીજી સૌથી મોટી આઇટી કંપની છે. તેની માર્કેટ કેપ ૪.૨૦ લાખ કરોડ રૂપિયા છે. હવે તેમાં અડધાથી વધુ હિસ્સો શિવ નાદારની પુત્રી પાસે છે.