સબ ટીવીનો સૌથી કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો લોકોનું ૧૨ વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શોની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શોના રિપીટ એપિસોડસ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શોની શૂટિંગ બંધ હતી.
ચાર મહિના બાદ ટેલિવિઝન દુનિયામાં ફરીથી શૂટિંગ અને શોઝના નવા એપિસોડ્સની વાપસી થઈ ગઈ છે. સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ટીવી પર નવા એપિસોડ્સ સાથે જોવા મળશે. ૨૨ જૂલાઈથી આ શોની શરૂઆત થઈ ગઈ છે. શોની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવા એપિસોડ્સ આવવના શરૂ થઈ ગયા છે. આ સીરિયલને હંમેશાં ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો છે. શોને બધા એકટ્રસ પણ બહુ જ પંસદ કરવામાં આવે છે. ઘણા સમયથી જ આ સમાચાર ચર્ચામાં છે કે શોમાં રોશન સિંહ સોઢીનો રોલ ભજવી રહેલો ગુરૂચરણ સિંહ સોઢી શો છોડી રહ્યો છે. જોકે પહેલા શોના નિર્માતાઓએ આવા અહેવાલોને સંપૂર્ણપણે નકારી દીધો હતો.
હાલ મળેલા એક રિપોર્ટ અનુસાર ગુરૂચરણ સિંહ એટલે રોશન સિંહ સોઢીએ શો છોડી દીધો છે. એમણે લોકડાઉન બાદ ફરીથી શૂટિંગ શરૂ પણ નથી કરી. તેઓ અત્યાર સુધી શોમાં પણ નજર નથી આવ્યા. આ બધાની વચ્ચે એવા પણ સમાચાર છે કે શાહરૂખ ખાન સાથે કામ કરી ચૂકેલો એકટર બલવિન્દર સિંહ સુરીને સોઢીના રોલ માટે અપ્રોચ કરવામાં આવ્યો છે.
બલવિન્દર સિંહ ફિલ્મ દિલ તો પાગલ હૈમાં નજર આવ્યા હતા. તે શાહરૂખ ખાનના દોસ્ત બન્યા હતા. જો મેકર્સ અને એમની વચ્ચે બધું સારૂ રહ્યુ તો તેઓ આ રોલ ભજવી શકે છે. જોકે હજી આ વાતની પુષ્ટિ કરવામાં નથી આવી. ઓફિશ્યિલી હજી કોઈપણ વાતની ઘોષણા કરવામાં નથી આવી.
૨૮ જૂલાઈએ શોએ ૧૨ વર્ષ પૂરા કરી લીધા છે. ગુરૂચરણ સિંહ સોઢીએ આ અવસર પર પોસ્ટ કરીને ખુશી વ્યકત કરી હતી. એમણે પોસ્ટ કરીને લખ્યું, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ૧૨ વર્ષ પૂરા થઈ ગયા છે. પૂરી ટીમને હાર્દિક શુભેચ્છા, કેમેરાના આગળ અને કેમેરાના પાછળ બધાને, ફેન્સને આભાર. આ પોસ્ટ પર જેનિફર મિસ્ત્રીએ કમેન્ટ કરતા લખ્યું, અભિનંદન ગુરૂ.