રોહિતે વર્લ્ડકપનો શ્રેય દ્રવિડ, અગરકર અને જય શાહને આપ્યો


મુંબઇ:ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ‘ત્રણ સ્તંભો’ને વિશેષ ટ્રીબ્યૂટ આપી હતી.જેને તેણે જૂનમાં ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ જીતવામાં મેન ઇન બ્લુની સફળતા પાછળનું કારણ ગણાવ્યું. તેણે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં વિજય મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા અન્ય ક્રિકેટ રમતા દેશોને પણ આડકતરી રીતે ચેતવણી આપી જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં વિજ્યી થવાની પોતાની ભૂખ અને દ્દઢ સંક્લ્પ વ્યક્ત કર્યો હતો. રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમે બે ટી-૨૦ વિશ્વ કપ જીતવાવાળી ત્રીજી ટીમ બનાવી ઇતિહાસ રચી દીધો છે. આ અવિશ્વસનીય ખિતાબ જીત સાથે, રોહિત, ધોની પછી ૨૦૧૩ ચેમ્પિયન્સ ટ્રોફી પછી આઇસીસી ટ્રોફી ઉપાડનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. જેનાથી ટ્રોફીના ૧૧ વર્ષના દુષ્કાળનો અંત આવ્યો. આ જીતે ૧૭ વર્ષમાં ભારતની પ્રથમ ટી૨૦ વર્લ્ડ કપ જીતને નામાંકિત કરી હતી. મુંબઇમાં સિયેટ ક્રિકેટ રેટિંગ એવોર્ડસ દરમિયાન તેણે આંતર રાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ ઇયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ૩૭ વર્ષીય ખેલાડીએ ટીમના પૂર્વ કોચ રાહુલ દ્રવિડ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના સચિવ જય શાહને દેશની ધરતી પર યોજાયેલ વન ડે વર્લ્ડકપ ૨૦૨૩ની ફાઇનલમાં હૃદયદ્રાવક હાર અને ટી-૨૦ વર્લ્ડકપ જીતવા બદલ ભારતની ટીમના શાનદાર પુનરાગમન માટેનો શ્રેય આપ્યો હતો. મુંબઈના રહેવાસી રોહિતે કહ્યું, ‘મારું સપનું હતું કે આ ટીમમાં ફેરફાર કરવો અને આંકડાઓ, પરિણામો વિશે વધુ ચિંતા ન કરવી, એ સુનિશ્ચિત કરીએ કે અમે એવું વાતાવરણ બનાવીએ કે જ્યાં લોકો વધારે વિચાર્યા વિના મુક્તપણે રમી શકે.’ મને મારા ત્રણ સ્તંભો તરફથી ઘણી મદદ મળી છે, જેઓ ખરેખર જય શાહ, રાહુલ દ્રવિડ છે અને દેખીતી રીતે એવા ખેલાડીઓને ભૂલશો નહીં કે જેઓ અલગ-અલગ સમયે આવ્યા અને અમે જે હાંસલ કર્યું તે હાંસલ કરવામાં ટીમને મદદ કરી. ભારતે આગામી વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૨૫માં યોજાનારી સતત ત્રીજી ડબ્લ્યુટીસી ફાઈનલ માટે તેમનું ધ્યાન વન ડે ક્રિકેટ પર કેન્દ્રિત કર્યું છે. ભારતીય કેપ્ટને તેની કેબિનેટમાં વધુ ટ્રોફી ઉમેરવાની તેની અતૃપ્ત ભૂખ સ્વીકારી. તેણે કહ્યું, ‘મેં ૫ આઇપીએલ ટ્રોફી જીતી છે તેનું એક કારણ છે. હું અટકવાનો નથી, કારણ કે એકવાર તમે રમતો જીતવાનો, કપ જીતવાનો સ્વાદ મેળવી લો, પછી તમે રોકવા માંગતા નથી અને અમે એક ટીમ તરીકે આગળ વધતા રહીશું. અમે ભવિષ્યમાં વધુ સારી વસ્તુઓ માટે પ્રયત્નશીલ રહીશું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution