લૂંટમાં મોટી રોકડ ન મળતા લૂંટારુઓએ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા, IP ટ્રેકિંગથી ઝડપાયા

અમદાવાદ

લૂંટમાં મોટી રકમ ન મળતા રાતગેટના મોબાઈલફોનમાંથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરનાર બે લૂંટારૂઓને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પડી લોકઅપ ભેગા કરી દીધા છે. આરોપીઓના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી પોલીસે ટોળકીનો ગુનાહિત ભૂતકાળ અને અન્ય સાગરીતોની માહિતી મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.

શેખ મહમદ અફઝલ અને સન્ની મિસ્ત્રી નામના બે શક્શ રક્ષકનો સ્વાંગ રચી ભક્ષક તરીકેના ગુના આચરતા એ ડિવિઝન પોલીસે બંનેની ધરપકડ કરી છે. ૧૬ સપ્ટેમ્બરની રાતે દહેજની એસઆરએફ કંપનીની સેકન્ડ શીફ્ટની નોકરી કરી શિફ્ટ બસમાં કુમરાન મુરૂગેશન એબીસી સર્કલ નજીક ઉતાર્યા હતા. ઘરે જવા પેસેન્જર વહિકલનો ઇંતેજાર કરતા કુમરાન પાસે સન્ની મુકેશ મિસ્ત્રી મોટરસાઇકલ લઈ પહોંચ્યો હતો. પોલીસના સ્વાંગમાં પહોંચેલા સન્નીએ કુમરાનની પોલીસની ઢબે પૂછપરછ કરી મદદગાર બનવાનું જણાવી લિફ્ટ આપી હતી.

કુમરનને મઢુલી સર્કલ છોડી જવાનું કહી લિફ્ટ આપી બાદમાં પુછ્તાછના બહાને નંદેલાવ લઈ જવાયો હતો. અહીં સન્નીનો સાગરીત શેખ મહમદ અફઝલ નંબર વગરની રીક્ષા લઈ ઉભો હતો. કુમરનને બળજબરી રિક્ષામાં બેસાડી બંનેએ પૈસાની માંગણી કરી હતી. કંપનીનો કર્મચારી હોવા છતાં કુમરાન પાસે ૨૦૦-૫૦૦ રિપયા જેટલીજ રોકડ મળતા બંનેએ મોબાઈલ ઝૂંટવી લઈ ગૂગલે પે દ્વારા ૧૫૦૦ રૂપિયા ટ્રાન્સફર કાર્ય હતા. ઉઠાવેલા જોખમ સામે સારી રકમ ન મળતા લૂંટારૃઓએ મારમારી કુમરાનના બે ડેબિટકાર્ડ લઈ લીધા હતા અને પાસવર્ડ જાણી લીધો હતો. કુમરનને ભગાડી મૂકી બંને એટીમમાં પહોંચ્યા હતા જ્યાં બે ટ્રાન્ઝેક્શનમાં ૧૩૫૦૦ રૂપિયા ઉપાડી ફરાર થઇ ગયા હતા.

બીજીતરફ લૂંટનો ભોગ બનનાર વ્યક્તિએ કંટ્રોલને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગૂગલ પે ટ્રાન્ઝેક્શનના આધારે પોલીસ ગણતરીના સમયમાં લૂંટારુઓ સુધી પહોંચી ગઈ હતી અને બંને લૂંટારુઓની ધરપકડ કરી લેવાઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution